રેપ નિવેદન પર સલમાને તોડી ચુપ્પી, મીડિયાને ગણાવ્યા વિલન...
એકવાર ફરી સલમાન ખાને સાબિત કરી દીધું કે તેઓ બોલિવૂડ ના સુલતાન છે તેમની ફિલ્મો કરોડો નો બિઝનેસ કરી ને રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે સુલતાન ફિલ્મના પ્રોમોશન દરમિયાન સલમાન ખાને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના બાદ લાગ્યું હતું કે સલમાન ખાન ના આ નિવેદન થી ફિલ્મ ની સફળતા અટકી ના જાય પરંતુ આવું કઈ જ ના થયું અને સુલતાન વર્ષ ની સૌથી સફળ ફિલ્મ બની ગયી.
સુલતાન ફિલ્મની સક્સેસમાં પહેલી વાર સલમાન ખાને આખા મામલે પોતાની ચુપ્પી તોડી છે. સલમાને આખા વિવાદમાં મીડિયાને ખૂબ જ ખરી ખોટી સંભળાવી સલમાને કહ્યું કે હું કંઈ ના કહું તો લોકો મને બોરિંગ કહેશે અને કંઈક કહું છું તો મીડિયાને મસાલો મળી જાય છે. તેઓ પોતાના હિસાબથી દિમાગ લગાવીને કઈ પણ છાપી દેશે અને બતાવી દેશે.

સલમાન ખાને આગળ કહ્યું કે હું મીડિયા પાસેથી જાણવા માંગુ છું કે આખરે તેઓ મારી પાસેથી શુ ઈચ્છે છે. હું કંઈક કહું છું અને મીડિયા તેને કંઈક બીજી રીતે જ રજૂ કરે છે. એક જ નિવેદનને ફેરવી ફેરવીને રજૂ કરવાથી કેટલું દર્દ થાય છે તે હું જ જાણું છું.
આપણે જણાવી દઈએ કે સલમાન ખાને કહ્યું હતું કે સુલતાન ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ રેપપીડિત મહિલા જેવો અનુભવ કરી રહ્યા હતા. આ નિવેદન બાદ ખૂબ જ વિવાદ મચી ગયો હતો. આ મામલે મહિલા આયોગે સલમાન ખાનને નોટિસ પણ મોકલી હતી.












Click it and Unblock the Notifications
