જુઓ તસવીરો : સલમાને દુબાઈમાં ખોલ્યું દિલ
મુંબઈ, 26 નવેમ્બર : બૉલીવુડના દબંગ સલમાન ખાન કાયમ પોતાના મોટા દિલ અંગે ચર્ચામાં રહે છે. લોકોની મદદ કરવાથી લઈ લોકોને ખુશીઓ આપવામાં સલમાન ખાન સૌથી આગળ રહે છે. હવે સલમાન ખાન ફરી એક વાર ચર્ચામાં છે અને આ વખતે કારણ છે દબંગ 2 ફિલ્મની આખી ટીમને દુબાઈમાં શોપિંગ કરાવવી.
સૂત્રોએ જણાવ્યા મુજબ સલમાન ખાને તાજેતરમાં જ દુબાઈ ખાતે સોનૂ નિગમ દ્વારા ગવાયેલ સાંસોં સે... ગીતનું શુટિંગ ખતમ કર્યું છે અને શુટિંગ ખતમ થયા પછી બીજા જ દિવસે સૌએ શોપિંગે જવાનું નક્કી કર્યું. જ્યારે સલામનને આ વાતની જાણ થઈ, તો તેમણે તમામ ક્રૂ મેમ્બર્સને બોલાવી જણાવ્યું કે શોપિંગ તેમના તરફથી ટ્રીટ થશે.
કહેવાય છે કે સલમાન ખાન આવી નાની-નાની બાબતો અંગે પોતાના તમામ નજીકના લોકોમાં ખૂબ જાણીતા છે. દબંગ 2ના સેટ પર તેઓ આ વાતનો કાયમ ખ્યાલ રાખતા હતાં કે સૌ જમ્યા કે નહિં.

મૉલમાં સલમાન ખાન
પોતાના સમગ્ર દબંગ 2 ક્રૂ મેમ્બર્સ સાથે સલમાન શૉપિંગ કરવા દુબાઈના મૉલમાં પહોંચી ગયાં.

સોહેલ પણ સાથે હતાં
સલમાન ખાન સાથે તેમના નાના ભાઈ સોહેલ ખાન પણ દુબાઈ ખાતે હાજર હતાં.

સલમાને કરાવી શોપિંગ
સલમાન ખાને પોતાની આખી ટીમને પોતાના તરફથી શોપિંગ કરાવી.

પોતે પણ કરી શોપિંગ
પોતાના ક્રૂ મેમ્બર્સ સાથે સલમાને પણ પોતાના માટે કેટલીક શોપિંગ કરી.

ખૂબ મસ્તી કરી
મૉલમાં સલમાન પોતાના ફૅન્સને પણ મળ્યા અને ફોટો પણ પડાવ્યાં.

એટલે જ છે સૌના પ્રિય
સલમાન ખાન પોતાની આવી નાની-નાની બાબતોના કારણે જ સૌના ખૂબ જ પ્રિય છે.

લાખોનું બિલ ચુકવ્યું
શોપિંગ બાદ જ્યારે બિલ આવ્યું તો લાખોમાં હતું, પરંતુ સલમાને વિના સંકોચે બિલનું પેમેન્ટ કરી નાંખ્યું.












Click it and Unblock the Notifications
