સલમાનને બ્રિટિશ વિઝાનો ઇનકાર, કિક અટવાઈ!

મુંબઈ, 3 ઑગસ્ટ : બૉલીવુડના દબંગ એક્ટર સલમાન ખાન હાલ લંડન જઈ કિક ફિલ્મનું શૂટિંગ નહિં કરી શકે. જાણવા મળે છે કે સલમાનને વિઝા આપવાનો ઇનકાર કરી દેવાયો છે, કારણ કે તેમની સામે હાલ બે કેસ ચાલી રહ્યાં છે.

salman

સલમાન ખાનના પિતા સલીમ ખાલને પોતે આ માહિતી આપી છે. સલમાનને બ્રિટિશ વિઝા ન મળતાં કિક ફિલ્મનું શૂટિંગ અટવાઈ પડ્યું છે. સલમાન સામે હાલ કાળિયાર શિકાર અને હિટ એન્ડ રન કેસ ચાલી રહ્યાં છે. હિટ એન્ડ રન કેસમાં તો સલમાન ખાન સામે આરોપો નક્કી કરી દેવાયાં છે.

સલમાનને વિઝા ન મળતાં કિક ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા ચિંતામાં મુકાઈ ગયાં છે. સલમાન ખાન અને જૅકલીન ફર્નાન્ડીઝ બંનેએ આ જ અઠવાડિયે કિકના શૂટિંગ માટે લંડન જવુ હતું અને તેથી જ સલમાન ખાન ઇચ્છતા હતાં કે હિટ એન્ડ રન કેસની સુનવણી વહેલામાં વહેલી તકે પૂરી થાય, પણ કેસની સુનવણીના છેલ્લા દિવસે સલમાનના કેસના જજનું ટ્રાંસફર થઈ ગયું અને માત્ર સલમાન ખાન સામે આરોપ સાબિત થયા બાદ કેસ કોઇક બીજી કોર્ટમાં ટ્રાંસફર કરી દેવાયો. લંડન જવા માટે જે કાગળો સલમાનને જોઇતા હતાં, તે પણ તેમને સમયસર ન મળી શક્યાં અને તેથી જ તેમને લંડન જવાનો વિઝા ન મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X