For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : દબંગ નહિં, દાનવીર સલમાન કહો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જૂન : વધુ એક વાર બૉલીવુડ સલમાન ખાને સાબિત કરી આપ્યું કે તેઓ દિલના રાજા છે કે જે પોતાની દોલત બંને હાથે ઉડાવે છે. નહીં ભાઈ નહીં, અમે સલમાન પુરાણ નથી વાંચતાં, પણ અમે હકીકત રજૂ કરી રહ્યાં છીએ. જાણવા મળે છે કે સલમાન ખાને હૃદય રોગથી પીડાતા બાળકોની સારવાર કરાવવા માટે દસ કરોડ રુપિયા દાન કર્યાં છે.

સલમાનની સંસ્થા બીઇંગ હ્યૂમને એક સંસ્થાને દસ કરોડ રુપિયા દાન કર્યાં છે કે જેનાથી દિલની બીમારીથી પીડાતાં બાળકોની સારવાર થઈ શકશે. જોકે આ કોઈ પહેલો પ્રસંગ નથી કે સલમાન ખાન આટલું મહાન કરતાં હોય. અગાઉ પણ તેઓ એવાં જ મહાન કાર્યો કરી ચુક્યાં છે.

સલમાન ખાનની જગ્યાએ જો કોઈ બીજુ હોત, તો કદાચ પોતાના આ સદ્કાર્યને એક વાર નહિં, અનેક વાર હાઈલાઇટ કર્યુ હોત, પણ આ તો સલમાનની દરિયાદિલી છે કે સલમાન ખાન પોતાના આ મહાન કાર્યો અંગે ક્યારેય મીડિયામાં ચર્ચા નથી કરતાં. હજુ થોડાંક દિવસ અગાઉ જ સમાચાર આવ્યા હતાં કે સલમાને પોતાના સ્પૉટ બૉયના લગ્નનો તમામ ખર્ચો ઉપાડી લીધો હતો.

આવો આપને બતાવીએ એવી પાંચ વાતો કેજે સલમાનને દબંગ નહિં, પણ દાનવીર બનાવે છે.

દુષ્કાળગ્રસ્તોની વહારે

દુષ્કાળગ્રસ્તોની વહારે

સલમાન ખાને તાજેતરમાં જ મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં અનેક લીટર પાણી મોકલાવ્યુ હતું કે જેના માટે તેમણે કોઈ પણ વહિવટીતંત્રની સેવાની મદદ નહોતી લીધી.

જગદીશ માલીની મદદ

જગદીશ માલીની મદદ

સલમાન ખાને તાજેતરમાં જ સ્વર્ગસ્થ થયેલાં બૉલીવુડ ફોટોગ્રાફર જગદીશ માલી જ્યારે ફટેહાલ હાલતમાં મળ્યા હતાં, ત્યારે તેઓ તેમને પોતાના ઘરે લઈ ગયા હતાં અને તેમને જમાડ્યા હતાં.

બીઇંગ હ્યૂમન

બીઇંગ હ્યૂમન

સલમાન ખાને બીઇંગ હ્યૂમન નામની પોતાની એક સંસ્થા બનાવી છે કે જેમાં પોતાની કમાણીનો એક ભાગમાં તેઓ નાંખે છે કે જે કૅંસરની સારવારમાં વપરાય છે.

હોટેલ ખોલશે સલમાન

હોટેલ ખોલશે સલમાન

સલમાન ખાને જણાવ્યું છે કે તેમની યોજના છે કે તેઓ દેશના ચુનંદા શહેરોમાં હોટેલો ખોલશે કે જેની કમાણી તેઓ ડોનેશનમાં આપશે.

દરવાજા મદદ માટે ખુલ્લા

દરવાજા મદદ માટે ખુલ્લા

એટલું જ નહીં, આજે પણ બૉલીવુડમાં કોઈ પણ જરૂરિયાતમંદ સલમાન ખાનના દરવાજા ખટખટાવે છે, કારણ કે ત્યાંથી કોઈ ખાલી હાથે પાછો નથી ફરતો.

English summary
Salman Khan has donated 10 crore rupees for the help of Heart Patient childrens. Bollywood Dabangg Salman Khan has donated 10 crore rupees to a organization for the help of Heart Patient children.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X