સિંગલ એન્ડ સેફ રહેવા માંગે છે સલમાન ખાન

મુંબઈ, 7 જાન્યુઆરી : સલમાન ખાનના લગ્ન અંગે માત્ર તેમના પરિવારજનો જ નહીં, પણ સલમાનના ફૅન્સ પણ બહુ ઉત્સુક છે. જોકે સલમાન ખાન પોતાના લગ્ન અંગે કદાચ બહુ જ ગભરાયેલા છે. એટલે જ તો જ્યારે પણ લગ્નની વાત આવે કે તેઓ કહે છે કે તોઅ હજી સિંગલ જ રહેવા માંગે છે. તેમને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ છતા તેઓ સિંગલ સ્ટેટસને ખૂબ એન્જૉય કરી રહ્યાં છે. સલમાને તાજેતરમાં જ કૉફી વિથ કરણ શો દરમિયાન જણાવ્યુ હતું કે તેઓ વર્જિન છે અને પોતાની તમામ ગર્લફ્રેન્ડ્સ સાથે તેમણે માત્ર સ્વસ્તથ મૈત્રીના જ સંબંધો બનાવ્યા હતાં. લગ્ન બાદ તેઓ પોતાની પત્ની સાથે જ સુહાગરાત મનાવશે. સુહાગરાત માટે તેમણે પોતાને સલામત રાખ્યાં છે.

salman-khan
હવે એક બાજુ તો સલમાન ખાનના લગ્ન નથી થયાં અને લોકો તેમના લગ્ન કરાવવા પાછળ પડ્યાં છે, પરંતુ બીજી બાજુ બૉલીવુડમાં સતત થતા છુટાછેડા અને સ્ટાર્સના અંગત જીવનમાં ચાલતી મુશ્કેલીઓ જોઈ સલમાન ખાન બહુ ચિંતિત છે. તાજેતરમાં જ હૃતિક રોશન અને સુઝાન ખાનના છુટાછેડા થયા બાદ સલમાન ખાન પોતાના બહેનના કારણે સુઝાનના સ્ટોર લૉન્ચિંગમાં પહોંચ્યા હતાં, પરંતુ આ આખા ઇવેંટ દરમિયાન સલમાન જેટલી વાર ત્યાં રહ્યાં, થોડાંક શાંત, તો થોડાક પરેશાન હતાં. ક્યાંકને ક્યાંક તેઓ સુઝાન અને હૃતિકના અંગત જીવનમાં ચાલતી મુશ્કેલીઓ જોઈ થોડાક ડિસ્ટર્બ અનુભવી રહ્યા હતાં.

ઉપરાંત સલમાન ખાન સામે ચાલતા બે કેસ હિટ એન્ડ રન તથા કાળિયાર શિકાર કેસના પગલે પણ સલમાન ખાન લગ્ન કરવા નથી માંગતાં. તેઓ નથી ઇચ્છતાં કે લગ્ન બાદ તેમના પત્ની પણ આ બધી બબાલોના કારણે હેરાન થાય. સલમાનના નજીકના મિત્ર સંજય દત્ત જેલ ગયા બાદ તેમનો પરિવાર કેટલો હેરાન છે. સરવાળે સલમાનને લાગે છે કે કદાચ સિંગલ જ રહેવું બેટર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X