Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ્સ ઐશ-કૅટ મિત્ર બની ગઈ

મુંબઈ, 8 નવેમ્બર : કૅટરીના કૈફે તાજેતરમાં જ બચ્ચન પરિવારની દિવાળી પાર્ટીમાં હાજરી આપી. અભિષેક બચ્ચન તથા ઐશ્વર્યા રાયે પોતાના ઘરે યોજાયેલ દિવાળી પાર્ટીમાં બૉલીવુડની મોટી-મોટી હસ્તીઓને આમંત્રિત કરી હતી અને તેમાં કૅટરીનાનો પણ સમાવેશ થતો હતો. કૅટને આ પાર્ટીમાં જોઈ અનેક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયાં. એટલા માટે નહીં કે તેમની સાથે રણબીર કપૂર પણ આ પાર્ટીમાં આમંત્રિત હતાં, પણ એટલા માટે કે સલમાનની બે એક્સ-ગર્લફ્રેન્ડ્સ એક સાથે એક છત નીચે નજરે પડી.

આ અગાઉ કૅટરીના કૈફ અને ઐશ્વર્યા રાય ક્યારેય એક સાથે એક છત નીચે કે એક મંચ ઉપર દેખાયા નહોતાં. કૅટે તાજેતરમાં જ બચ્ચન પરિવારના જુહૂ રેસિડેંસ જલસામાં યોજાયેલ દિવાળી પાર્ટીમાં હાજરી આપી. કહે છે કે ઐશે પોતે કૅટને દિવાળી પાર્ટીમાં આમંત્રિત કરી હતી. એમ પણ તાજેતરમાં જ ધૂમ 3 ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ ઉપર ઐશ-કૅટ વચ્ચે ઘણી મૈત્રી જોવા મળી હતી, કારણ કે ઐશના પતિ એટલે કે અભિષેક બચ્ચન ધૂમ સિરીઝમાં સતત જળવાયેલા છે અને કૅટરીના કૈફ આ સિરીઝમાં નવા છે.

શૂટિંગ દરમિયાન જ્યારે ઐશ પોતાના હબી અભિષેક સાથે શૂટ પર ગયાં, તો કૅટ સાથે પણ મુલાકાત કરી. જોકે એમ કહેવું ખોટુ નહીં હશે કે કૅટ અને ઐશ વચ્ચે જે કોલ્ડ વૉર ચાલતી હતી, તેની પાછળ માત્ર સલમાન ખાન જ હતાં. છેલ્લા કેટલાંક સમયથી કૅટ-ઐશ વચ્ચે ઘણી બધી એવી વાતો બની કે જેથી બંને વચ્ચે ગેરસમજણ ઊભી થઈ. પહેલા તો કૅટે ઐશને રિપ્લેસ કરી પોતે બાર્બી ડૉલનો ટૅગ મેળવી લીધો અને તે પછી ઐશને રિપ્લેસ કરી નક્ષત્ર ડાયમંડની એડ પણ પોતાના નામે કરી લીધી.

ખેર, હાલ તો આપણે તસવીરો વડે જાણીએ વધુ કહાણી :

સલમાન-કૅટ

સલમાન-કૅટ

કહે છે કે બૂમ ફિલ્મ બાદ સલમાને કૅટના કૅરિયરને સંવારવાની પૂરી જવાબદારી ઉપાડી લીધી હતી.

સલમાન-ઐશ

સલમાન-ઐશ

સલમાન-ઐશ બૉલીવુડના સૌથી સુંદર કપલની યાદીમાં છે.

સલમાન-કૅટ અફૅર

સલમાન-કૅટ અફૅર

સલમાન-કૅટ વચ્ચે ઘણા સમય સુધી અફૅર ચાલ્યું અને અંતે થોડાક વર્ષો બાદ બંને જુદા થઈ ગયાં.

સલમાન-ઐશ અફૅર

સલમાન-ઐશ અફૅર

સલમાન-ઐશ વચ્ચે હમ દિલ દે ચુકે ફિલ્મ દરમિયાન અફૅર શરૂ થયું.

કૅટનું પ્રથમ સીરિયસ અફૅર

કૅટનું પ્રથમ સીરિયસ અફૅર

કૅટે એમ તો ક્યારેય પોતાના અને સલમાનના સંબંધો અંગે કંઈ કહ્યું નહીં, પણ કૉસ્મોપોલિટિન દરમિયાન ઇંટરવ્યૂ વખતે કૅટે જણાવ્યું - સલમાન ખાન સાથે મારી પ્રથમ સીરિયસ રિલેશનશિપ હતી.

ઐશ-સલમાન જુદા

ઐશ-સલમાન જુદા

સલમાન-ઐશ માર્ચ-2002માં એક-બીજાથી જુદા થઈ ગયાં. આ નિર્ણય ઐશનો હતો, કારણ કે સલમાને એવું એડમિટ કર્યું કે તેઓ ઐશ માટે ફેથફુલ નથી.

કૅટનો વિશ્વાસઘાત

કૅટનો વિશ્વાસઘાત

સલમાન બાદ કૅટનું નામ રણબીર સાથે જોડાયું. એવું કહેવાયું કે રણબીરે કૅટ સાથે જોડાઈ દીપિકા પાદુકોણે સાથે વિશ્વાસઘાત કર્યો.

સલમાન-ઐશ

સલમાન-ઐશ

સલમાન-ઐશની જોડી લોકોને બહુ ગમતી હતી. 1999થી 2001 સુધી ઐશ-સલમાન વચ્ચે સારી રિલેશનશિપ હતી, પણ આ એક સફળ જોડી સાબિત ન થઈ.

મૈંને પ્યાર ક્યોં કિયા

મૈંને પ્યાર ક્યોં કિયા

સલમાને જ કૅટને બૉલીવુડમાં એક મોટું બ્રેક આપ્યું ફિલ્મ મૈંને પ્યાર ક્યોં કિયા તરીકે. એક થા ટાઇગર પણ આ કપલની હિટ ફિલ્મ હતી.

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ ઐશના કૅરિયરની સૌથી સફળ ફિલ્મ હતી.

ઐશ-કૅટ સાથે

ઐશ-કૅટ સાથે

ઐશ અને કૅટ સ્ક્રીન ઉપર તો શું, કોઈ ઇવેંટ્સમાં પણ ક્યારેય સાથે દેખાયા નથી, પરંતુ બચ્ચન દિવાળીની પાર્ટીમાં કૅટ પહોંચી ગયાં અને પહેલી વાર સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ્સ એક છત નીચે આવી ગઈ.

રણબીર પણ હતાં

રણબીર પણ હતાં

બચ્ચન પરિવારની પાર્ટીમાં કૅટની હાજરી જ નહીં, પણ રણબીર કપૂરની હાજરી પણ આશ્ચર્યજનક હતી. છેલ્લા ઘણા સમયથી રણબીર-કૅટ અફૅર ચર્ચાના ચગડોળે છે. (બૉલીવુડની દિવાળીની 100 તસવીરો જોવા ક્લિક કરો)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X