સલ્લુના ફેન્સ થયા ગુસ્સે, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનના ટ્વિસ્ટ અને ટર્ન કોઇ ફિલ્મ કરતા ઓછા નથી. પરંતુ આ કેસની સુનાવણી દરમિયાન ખાને જે પ્રકારે સવાલોનો જવાબ આપ્યો છે તેનાથી એક મોટી અજબની વાત થઇ છે.
ફેન્સ હવે સલમાન ખાન પર વિશ્વાસ નથી કરી રહ્યા. એવું અમે નથી કહી રહ્યા, પરંતુ એવું કહી રહ્યા છે તેમનું ફેસબુક અને ટ્વિટર એકાઉંટ. જોકે ફેન્સે મોટાભાગે સલમાનનો સાથ આપ્યો છે પરંતુ હિટ એન્ડ રન કેસના સૌથી વધારે ટ્વિસ્ટ બાદ ફેન્સને સલમાન ખાનમાં એક ઘમંડી ધનિક દેખાયો અને બસ તેમણે ટ્વિટર પર સલમાન ખાનને કંઇ આ રીતે ધોઇ નાખ્યો...

સલમાનની નવી ફિલ્મો
મેને ડ્રાઇવ કિયા
મેને ડ્રાઇવ ક્યો કિયા
ડ્રાઇવ કિયા તો ડરના ક્યા
ડ્રાઇવ કરકે ફસ ગયા યાર ડ્
રાઇવર તુસી ગ્રેટ હો
એક થા ડ્રાઇવર

ડ્રાઇવર..
સલમાન ભાઇ: ડ્રાઇવર ચલો.. ગાડી નિકાળો
ડ્રાઇવર: ભાઇ કોની પરથી કાઢું??

નશામાં હતા કે નહી?
સલમાન ખાનની કારનું એક્સિડેન્ટ થયું ત્યારે સલમાન નશામાં ન્હોતા પરંતુ દારુ સલમાનના નશામાં હતું.

અરબાજ ગાડી ચલાવતા તો.
સારુ થયું કે અરબાઝે ગાડી ના ચલાવી નહીં તો તેઓ કહી દેતા કે રોજર ફેડરર ગાડી ચલાવી રહ્યા હતા.

366 કે 66
જો ડ્રાઇવર ગાડીની સાથે સાથે ફેસબુક અને ટ્વિટર પણ ચલાવતા જાણતો તો મને 66 Aનો કોઇ ડર ના રહેતો.

કાળીયાળનું સફેદ સત્ય
હવે કાળીયાર(હરણ) પણ કોર્ટમાં આવીને સાક્ષી આપશે કે ભાઇની કોઇ ભૂલ ન્હોતી મારી પત્નીને મે જ મારી હતી.

સલમાન પાસે શીખ
સલમાન ખાનના કેસથી એક શીખ મળે છે, અથવા તો દારુ પીને ગાડી ના ચલાઓ અથવા તો એક વફાદાર ડ્રાઇવર ખરીદી લો.

કમાલ કરો છો Mr. Khan
કાળીયાર કેસમાં કમાલની વાત તો ત્યારે થાય જ્યારે મરેલું હરણ જીવતું થઇને આવે અને કહે કે તેણે આત્મહત્યા કરી હતી.

કૂક પકવશે નિવેદન
હવે ચિંકારા કેસમાં સલમાન ખાનનો રસોઇયો આવીને કહેશે કે બંદૂક તેણે ચલાવી હતી.

ચલ બસંતી... સલ્લુની ઇજ્જતનો સવાલ છે
જો મામલો થોડા દિવસ વધારે ચાલ્યો તો એ પણ સાબિત થઇ શકે છે કે સલમાન ખાન ઘોડાગાડીમાં ઘરે જઇ રહ્યા હતા, અને ઘોડાએ દારૂ ઢીંચ્યો હતો.












Click it and Unblock the Notifications
