Pics : ફિરંગી પ્રેમિકા માટે સલમાને શોધ્યું ઘર!

મુંબઈ, 4 જુલાઈ : પુનઃ એક વાર સલમાન ખાનની એક નવી પ્રણય-કથાએ મીડિયામાં ચર્ચા જગાવી છે. કહે છે કે રોમાનિયાના ટેલીવિઝન એક્ટ્રેસના મોહપાશમાં આ વખતે સલ્લુ મિયા ગંભીર રીતે કેદ થઈ ગયાં છે. આ રોમાનિયા ગર્લનું નામ છે લુલિયા વેંટર. તેમના અંગે કહેવાઈ રહ્યું છે કે તેઓ સલમાન ખાન સાથે જ તેમના ઘરમાં જ રહી રહ્યાં છે. તેથી લોકોએ દબાયેલી જીભે કહેવું શરૂ કર્યુ હતં કે ક્યાંક સલમાન ખાન લુલિયા સાથે લિવ ઇન રિલેશનમાં તો નથી.

હવે આ અંગે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હકીકતમાં લુલિયાને થોડાંક દિવસ મુંબઈ રહેવું છે. તેથી તેમના માટે ઘર શોધવાનું કામ સલમાન મિયા કરી રહ્યા હતાં, કારણ કે સલમાન ખાનના મિત્ર છે લુલિયા. અને સલમાન રહ્યાં યારોના યાર. તેમણે લુલિયાને જણાવી દીધું કે જ્યાં સુધી ઘર ન મળે, ત્યાં સુધી તેઓ તેમના ઘરે તેમની ફૅમિલી સાથે રહી શકે છે. લુલિયાએ હા કરી અને સલ્લુ મિયા સાથે તેમના ઘરે રહેવા લાગ્યાં.

હવે જાણવા મળે છે કે લુલિયા માટે સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાને ઘર શોધી કાઢ્યું છે. આ ઘર સલમાનના ઘર નજીક કાર્ટર રોડ પર જ છે. હવે જુલિયા ત્યાં શિફ્ટ થઈ જશે. જોકે જે રીતે લુલિયા માટે સલ્લુએ ઘર શોધ્યં છે, તેવી જ રીતે થોડાંક વરસ અગાઉ તેમણે કૅટરીના કૈફ માટે ઘર શોધ્યુ હતું. સલમાન-કૅટની નિકટતાઓ અંગે તો લોકો જાણે જ છે. તેથી એમ વિચારવાનું મન થાય છે કે લુલિયા અને સલમાનની મૈત્રી ક્યાં સુધી જાય છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સલમાનના બેગમ લુલિયા?

સલમાનના બેગમ લુલિયા?

જાણવા મળે છે કે સલમાન હાલ રોમાનિયાની એક ફિરંગી બાળા લુલિયા વેંટરની મહોબ્બતમાં કેદ છે. લુલિયા એક ટીવી એંકર છે.

બે વર્ષની મૈત્રી

બે વર્ષની મૈત્રી

સલમાન-લુલિયા વચ્ચે મૈત્રી સમ્બંધ છેલ્લા બે વરસથી છે, પરંતુ ફિલ્મી શેરીઓમાંથી જાણવા મળે છે કે સલમાન લુલિયાને મિત્ર કરતાં વધુ માને છે અને આ સંબંધ લગ્નમાં પરિણમી શકે છે.

શૂટિંગને બહાને મૈત્રી

શૂટિંગને બહાને મૈત્રી

ખબર તો એમ પણ આવી હતી કે સલ્લુ મિયા પોતાની ફિલ્મ મેંટલના શૂટિંગને બહાને ગોવા અને પછી હૈદરાબાદ ખાતે લુલિયા સાથે સમય પસાર કરતાં દેખાયા હતાં.

સલમાનના ઘરે લુલિયા

સલમાનના ઘરે લુલિયા

કહે છે કે સલમાનના ઘરે આજકાલ લુલિયા રહે છે. સલીમ ખાને જણાવ્યું કે લુલિયા સલમાનના માત્ર મિત્ર છે.

લુલિયા માટે ઘર

લુલિયા માટે ઘર

કહે છે કે લુલિયા માટે સલમાને કાર્ટર રોડ ઉપર મકાન શોધી કાઢ્યું છે. લુલિયા થોડાંક દિવસ માટે મુંબઈ રહેવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X