Pics : જૅકલીનને સલમાનનો સહારો, કિકમાં હીરોઇન
મુંબઈ, 29 મે : લાંબાગાળેથી સસ્પેંસ હતું કે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ કિકમાં અભિનેતા સલમાન ખાનની હીરોઇન કોણ હશે? પણ હવે સસ્પેંસ ખતમ થઈ ગયો છે. આ વખતે સલમાન ખાન સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી છે અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડીઝને.
મિસ શ્રીલંકા રહી ચુકેલાં જૅકલીન ફર્નાન્ડીઝ આ બાબત અંગે ઊપરવાળાનો આભાર વ્યક્ત કરે છે કે તેમને સલમાન સાથે કામ કરવાની તક મળી છે. કિક ફિલ્મમાં સલમાન-જૅકલીન ઉપરાંત સુનીલ શેટ્ટી, રણદીપ હુડા અને પરેશ રાવલ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. કહે છે કે સલમાન આજકાલ જૅકલીનના ખૂબ હિતૈષી બનેલાં છે, કારણ કે જૅકલીન અને સાજિદ ખાન વચ્ચે બ્રેક-અપ થયું છે. એવામાં લાગે છે કે જૅકલીનને સંભાળવાની જવાબદારી સલમાને પોતાની ઊપર લઈ લીધી છે. તેથી જ તો તેમણે કિક માટે પોતાની અપોઝિટ જૅકલીનની પસંદગી કરી છે.
કિક ફિલ્મના નિર્માતા સલમાન ખાન છે. જૅકલીન ફર્નાન્ડીઝ અત્યાર સુધી હાઉસફુલ, મર્ડર 2, રેસ 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે, પરંતુ સફળતાથી દૂર છે. જોઇએ હવે તેમને સલમાન સાથે કામ કરવાનો શો ફાયદો મળે છે?
હાલ તો જોઇએ જૅકલીન ફર્નાન્ડીઝની તસવીરી ઝલક.

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીનને શ્રીલંકન બ્યૂટી કહે છે, પણ તેમના હાવ-ભાવ ભારતીયો જેવા જ છે. તેમને ભારત અને ભારતના લોકો ખૂબ ગમે છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીન અને સાજિદ ખાન છેલ્લા ત્રણ વરસથી ડેટિંગ કરતા હતાં, પણ અચાનક બંને વચ્ચે બ્રેક-અપ થયાના સમાચાર છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
કહે છે કે દુઃખી જૅકલીનની જવાબદારી સલમાને ઉપાડી લીધી છે. તેથી જ તો કિક ફિલ્મમાં સલમાને તેમને લીધાં છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
જૅકલીને જણાવ્યું કે આ ખુદાનો વરદાન છે કે તેમને સલમાન સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી.

જૅકલીન ફર્નાન્ડીઝ
કિક ફિલ્મનું શૂટિંગ ટુંકમાં જ શરૂ થવાનું છે. જૅકલીને તેના માટે ખાસ તૈયારીઓ કરી લીધી છે.












Click it and Unblock the Notifications
