સલમાન બન્યો કેટના નવા મકાનનો પ્રથમ ગેસ્ટ

Katarina-Salman
મુંબઈ, 14 સપ્ટેમ્બર : કેટરીના કૈફ અને સલમાન ખાનની મિત્રતાના કિસ્સા વારંવાર ચર્ચામાં આવતાં જ રહે છે. જ્યારે સલમાન નાદુરસ્ત થાય, તો કેટ પરેશાન થાય છે અને કેટની આંખો ઉભરાય, તો સલમાનનો પારો ઊંચે જાય છે. હવે જાણવા મળ્યું છે કે કેટરીનાએ તાજેતરમાં જ એક નવું મકાન લીધું છે અને તે મકાનમાં પ્રથમ ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો બૉલીવુડનો વન એન્ડ ઑન્લી ટાઇગર સલમાન ખાન.

કેટરીનાએ મુંબઈના પૉશ વિસ્તારમાં એક ડબલ ફ્લોરનું એપાર્ટમેંટ ખરીદ્યું છે. કહેવાય છે કે તે ફ્લેટમાં સૌપ્રથમ મહેમાનગતિ માણનાર સલમાન હતો. સલમાન હાલ મુંબઈમાં બેઠા-બેઠા પોતાની ફિલ્મ એક થા ટાઇગરની સફળતા માણી રહ્યો છે. હાલ સલમાન પાસે તેના મિત્રો અને નજીકના સંબંધીઓ માટે ઘણો સમય છે.
બીજી બાજુ કેટરીનાની ફિલ્મ ધૂમ 3નું શુટિંગ શિકાગો ખાતે ચાલી રહ્યું છે, પણ કેટરીના શુટિંગમાંથી ગાયબ છે. આમિર ખાન તેમજ અભિષેક બચ્ચન ઘૂમ 3ના શુટિંગ ઉપર છે, પણ કેટરીના ત્યાં મોજૂદ નથી. આ વાત જાણ્યા પછી કેટના ફેંસ બેકરાર થઈ ગયા હતાં કે આખરે કેટ હાલ છે ક્યાં? તેની બીજી ફિલ્મ ‘જબ તક હૈ જાન'નું શુટિંગ પણ બંધ છે. તેના ફેંસને હવે જવાબ મળ્યો છે કે કેટરીના પોતાના નવા મકાનની ઉજવણી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X