લગ્ન કરવા રેડી છે દબંગ 2, જોઇએ ક્યારે કરશે

મુંબઈ, 24 ડિસેમ્બર : બૉલીવુડમાં હાલ જેટલાં પણ મોસ્ટ એલિજિબલ બૅચલર છે, તેમાંના મોટાભાગના લગ્નગ્રંથિથી જોડાઈ ચુક્યાં છે કે પછી તેમની કોઈને કોઈ સાથે સેટિંગ થયેલી છે. એક સલમાન ખાન બચ્યા હતાં કે જેમની તસવીર લઈ યુવતીઓ લગ્નના સપના સેવતી હતી, પણ હવે તેઓ પણ લગ્નગ્રંથિથી જોડાવાની તૈયારીમાં છે. આ સમાચાર સાંભળ્યા બાદ લાખો-કરોડો દિલો ઉપર કટારોના ઘા થઈ ચુક્યાં છે.

Salman Khan

સલમાન ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે તેઓ લગ્ન કરવા માંગે છે, પરંતુ ઇંતેજાર કરી રહ્યાં છે જોધપુર કોર્ટ અને મુંબઈ કોર્ટના ચુકાદાનો. આ ચુકાદા આવ્યા બાદ જ તેઓ પ્રભુતામાં પગલા માંડી શકશે.

સાંભળ્યુ હતું કે 2012માં દુનિયાનો વિનાશ થઈ જશે, પરંતુ ખબર નહોતી કે સાચે જ આવું થશે. સલમાન સાથે લગ્નના સપના સેવતી યુવતીઓ માટે તો કમ સે કમ આવું જ થયું છે. આ વર્ષ સમાપ્ત થવાના આરે છે અને સલમાનના લગ્નના પડઘા સંભળાવવા લાગ્યાં છે. એવામાં તેમની ફૅન્સ યુવતીઓ માટે તો સપનાની દુનિયા ખતમ જ થઈ જવાની ને.

જોકે સલમાનના લગ્નની વાત સાંભળી તેમના ફૅન્સ ખૂબ ખુશ થયાં હશે. વર્ષ 2012 એમેય સલમાન ખાન માટે ઘણો સારો રહ્યો. તેમની ફિલ્મ એક થા ટાઇગર આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ, તો દબંગ 2એ પ્રથમ જ દિવસે અનેક વિક્રમો સ્થાપ્યાં. સલમાન આગળ શાહરુખ ખાન તથા આમિર ખાનની ફિલ્મો પણ ભૂ પીતી નજરે પડી.

કહી શકાય કે આ વર્ષ તો સલમાનને નામે જ રહ્યો અને જતાંજતાં પણ સલમાને કંઇક એવી જ વાત કરી છે કે આ વર્ષ વધુ યાદગાર થઈ ગયો. હવે તો બસ ઇંતેજાર રહેશે કે ક્યારે સલમાનના માથે શહેરો સજશે અને લાખો-કરોડોના હૃદયો કચડી સલમાન કાયમ માટે કોઇક બીજાના થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X