સલમાનનું સૂરજને તેડું, ‘હીરો’ બનાવીને જ જંપશે

મુંબઈ, 5 જુલાઈ : બૉલીવુડ અભિનેતા સલમાન ખાન આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને સુભાષ ઘઈની હિટ ફિલ્મ હીરોની રીમેકમાં લૉન્ચ કરવા જઈ રહ્યા હતાં કે તેઓ અચાનક જિયા ખાન આત્મહત્યા કેસમાં સપડાઈ ગયાં. તેવામાં સૂરજનું બૉલીવુડ કૅરિયર શરૂ થતા પહેલાં જ ખતરામાં પડી ગયુ લાગતુ હતું.

salman-khan-sooraj-pancholi

પરંતુ સાવ નિરાશાજનક વાતાવરણ નથી સૂરજ માટે, કારણ કે જાણવા મળે છે કે સૂરજ પંચોલી જેલમાંથી છુટતાં જ સલમાન ખાન પુનઃ હીરોની રીમેક માટે સક્રિય થઈ ગયાં છે. તેમણે સૂરજ પંચોલીને મુલાકાત માટે હૈદરાબાદ બોલાવ્યાં છે કે જ્યાં તેઓ મેંટલ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન સૂરજ પંચોલી સાથે હીરો બાબતે ચર્ચા કરવા માંગે છે.

નોંધનીય છે કે ગત મેમાં જાણવા મળ્યુ હતું કે સલમાન ખાન હીરોની રીમેક સાથે સૂરજ પંચોલી અને સુનીલ શેટ્ટીના પુત્રી અથિયા શેટ્ટીને લૉન્ચ કરવાનાં છે, પરંતુ અધવચ્ચે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ ફસાઈ ગયાં અને તેમને જેલ જવું પડ્યું. સૂરજ તાજેતરમાં જ જામીન ઉપર મુક્ત થયાં છે.

સૂરજના માતા-પિતાના જણાવ્યા મુજબ સૂરજ હજુ શૉક્ડ છે. તેથી તે નૉર્મલ નથી થઈ શકતો. તેઓ સૂરજને કોઇક મનોવૈજ્ઞાનિકને દાખવવા પણ માંગે છે કે જેથી સૂરજ આઘાતમાંથી ઉગરી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X