For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજ રજા પર, કાળિયાર શિકાર કેસની સુનવણી ટળી

|
Google Oneindia Gujarati News

જોધપૂર, 4 ફેબ્રુઆરી: જોધપૂરની કોર્ટમાં સલમાનખાન અને અન્ય સાથી કલાકારો પર ચાલી રહેલા કાળા હરણના શિકાર પર આજે સુનવણી ટળી ગઇ છે. ન્યાયાધિશ ચંન્દ્રકલા જૈન રજા પર હોવાના કારણે આજે આરોપ નક્કી નહીં થઇ શકે.

આ પહેલા સમાચાર આવ્યા હતા કે 14 વર્ષ પહેલા ફિલ્મ 'હમ સાથ સાથ હૈ' ના શૂટિંગ દરમિયાન કાળા હરણના શિકાર કરતા પકડાઇ ગયેલા સલમાન ખાન અને તેમના ફિલ્મી સાથીદારોને આ મામલે કોર્ટમાં આજે હાજર રહેવાનું હતું. પરંતુ સમાચાર છે કે કોઇપણ કલાકાર હાજર રહેશે નહી. માટે સલમાનના વકીલે નેક્ટ તારીખ લેવાનું નક્કી કરી લીધું છે.

salman khan
નોંધનીય છે કે આજે આ મામલે કોર્ટમાં આરોપની સુનવણી થવાની હતી. સવારે 10 વાગ્યે સુનવણી હતી અને કલાકારો જોધપુર પહોંચ્યા પણ ન્હોતા. માટે એવું માનવામાં આવી રહ્યું છે કે આજે આ લોકો કોર્ટમાં હાજર નહી થાય.

સલમાન ખાનના અન્ય સાથી એક્ટર તબ્બૂ, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન, અને નીલમ પર આ કેસ ચાલી રહ્યો છે. આ તમામની સામે વાઇલ્ડ લાઇફ એક્ટની ધારા 51, 52 અને આઇપીસીની ધારા 147, 149 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજા થઇ શકે છે.

English summary
Salman Khan, Sonali Bendre and other actors are not going to present in Jodhpur court for hearing of hunting case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X