સલમાન : પાકિસ્તાની ફૅન્સની ભારતીય ફૅન્સને ચૅલેંજ
મુંબઈ, 7 નવેમ્બર : એ તો સૌ જાણે છે કે પાકિસ્તાનમાં પણ સલમાન ખાનના લાખો ફૅન્સ છે અને ત્યાં સલમાન ખાન અંગેની ઘેલછાં બેહદ છે. ભલે સલમાનની ફિલ્મ એક થા ટાઇગરને પાકિસ્તાનમાં રિલીઝ થવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યું હોય અને સલમાનની ફિલ્મને એન્ટી પાકિસ્તાન ઠરાવાઈ હોય, પરંતુ આ તમામ વાતોની સલમાનની ફૅન ફૉલોઇંગ ઉપર કોઈ પણ જાતની અસર થઈ નથી.

હવે સમાચાર છે કે પાકિસ્તાનમાં મોજૂદ સલમાન ખાનના ફૅન્સ એક્ટર પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાં કઈંક અનોખુ કરવા માંગે છે. સાથે જ તેમની આ રીતથી એવી પ્રતીતી થાય છે કે જાણે તેઓ સલમાન ખાનના ભારતીય ફૅન્સને પડકારતાં હોય. એક ન્યુઝપેપરના જણાવ્યા મુજબ પાકિસ્તાન ખાતે આવેલ સલમાન ખાનના ફૅન્સ એક્ટર પ્રત્યે પોતાના પ્રેમને પ્રૂફ કરવા સલમાનની એક તસવીર બનાવવા માંગે છે કે જે હજારો પાકિસ્તાનીઓની ડિજિટલ તસવીરોનું મિશ્રણ કરી બનાવવામાં આવી છે.
કેટલાંક મહીનાઓ અગાઉ જ સલમાન ખાનની એક થા ટાઇગર પાકિસ્તાનમાં રિલીઝ ન થતાં ત્યાંના ફૅન્સ ઘણાં નિરાશ હતાં. જેમ કે સૌ જાણે છે કે સલમાન ખાન તેવા કેટલાંક ભારતીય સિતારાઓમાંના એક છે કે જેમના પાકિસ્તાનમાં પણ મોટી સંખ્યામાં ફૅન્સ છે. તો હવે જ્યારે સલમાનના પાકિસ્તાની ફૅન્સ તેમના માટે એક યાદગાર તોહફાની તૈયારી કરી રહ્યાં છે, તો સલમાનના ઇન્ડિયન ફૅન્સ માટે આ એક મોટો પડકાર હશે કે તેઓ પણ સલમાનના પાકિસ્તાની ફૅન્સ સામે ક્યાંક ફીકા ના પડી જાય. તો સલમાનના ઇન્ડિયન ફૅન્સને અમારી એ જ સલાહ છે કે પાકિસ્તાન સ્થિતત સલમાનના ફૅન્સ સામે ટક્કર લેવા તેમને પણ કઈંક અનોખુ કરવું પડશે.












Click it and Unblock the Notifications
