ડૉન નહીં, હવે દબંગ બની ગયો છે પ્રિયંકાનો ફેવરિટ
મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડમાં કોણ-ક્યારે કોનું ફેવરિટ થઈ જાય, ખબર જ નથી પડતી. દોસ્તી-દુશ્મની તો ચાલતી જ રહે છે, પરંતુ જ્યારે કોઈ બે ખૂબ નજીકના મિત્રો જુદાં થાય, તો સાચે જ આ સમાચાર જ કહેવાય. પ્રિયંકા ચોપરા કે જે બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનના ખૂબ જ નિકટ મનાતા રહ્યાં છે અને જેમના કારણે શાહરુખે અનેક મિત્રોને વેરી બનાવ્યાં, તે પ્રિયંકા ચોપરા હવે કિંગ ખાનના રાઇવલ સલમાન ખાનની નજીક બતાવાઈ રહ્યાં છે. આપ વિચારમાં પડી ગયા હશો કે આખરે એવું કોણે કહ્યું. આપને બતાવી દઇએ કે આ વાત કહી છે આપણાં સલ્લુ મિયા સલમાન ખાને.

તાજેતરમાં જ સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા દુબાઈના એક કૉન્સર્ટમાં પરફૉર્મ કરવા પહોંચ્યા હતાં. આ ઇવેન્ટ દરમિયાન બંને એક જ હોટેલમાં રોકાયા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ બંને સિતારાઓ એક-બીજા સાથે ખૂબ હળેલા-મળેલા દેખાતા હતાં. માત્ર એટલું જ નહીં, પણ આ સમગ્ર ઇવેન્ટ દરમિયાન યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં પણ બંને સિતારાઓ એક-બીજાના વખાણ કરતાં નજરે પડ્યાં. એક ન્યુઝપેપરના જણાવ્યા મુજબ સલમાન ખાને પ્રેસ કૉન્ફરંસમાં જણાવ્યું - મેં પ્રિયંકાની મારી સાથે પરફૉર્મ કરવા માટે પસંદગી કરી નથી. તેમણે મારી પસંદગી કરી છે.
પોતાની વાત દરમિયાન સલમાને આગળ એમ પણ ઉમેર્યું - હું પ્રિયંકાનો ફેવરિટ કો-સ્ટાર છું. આના જવાબમાં પ્રિયંકાએ પણ હા કહી. તો હવે તો કઈં કહેવાનું બચ્યું નહીં. કહી શકાય કે જ્યારથી શાહરુખ ખાને સલમાના ગર્લફ્રેન્ડ કૅટરીનાનો હાથ થામ્યો છે, પ્રિયંકાએ શાહરુખનો હાથ છોડી સલમાનનો હાથ થામી લીધો છે. થઈ ગયુંને હિસાબ બરાબર.












Click it and Unblock the Notifications
