પરીણિત કરીના સાથે અંતરંગ દૃશ્ય કરવા ખચકાતો સલમાન
મુંબઈ, 2 નવેમ્બર : સાંભળીને કદાચ આપ પણ કરીનાની જેમ શૉક્ડ રહી જશો. લગ્ન થતાં જ કેવી રીતે કરીના અંગે લોકોની વિચારસરણી અને વ્યવહાર બદલવા શરૂ થઈ ગયાં છે. તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. દબંગ 2 ફિલ્મના શુટિંગ દરમિયાન જ્યારે સલમાન ખાને કરીના કપૂર ખાનના આયટમ સૉંગ દરમિયાન તેમની સાથે અંતરંગ સીન કરવામાં અસહજતા દર્શાવી.

થયું એમ કે સલમાન ખાને તાજેતરમાં જ દબંગ 2ના આયટમ સૉંગ ફેવીકૉલના શુટિંગ દરમિયાન સલમાન ખાને ડાંસ કોરિયોગ્રાફર ફરાહ ખાનને સ્પેશિયલી જણાવ્યં કે તેઓ આ ગીતમાં કંડારવામાં આવનાર અંતરંગ દૃશ્યોથી થોડાંક દૂર જ રહે, કારણ કે તેઓ કરીના કપૂરને પોતાના બહેનની જેમ ગણે છે. જોકે પટૌડી ખાનદાન તરફથી તેમની નવવધુ કરીના કપૂર ઉપર કોઈ પણ જાતનો દબાણ કે પાબંદી લગાવવામાં આવી નથી. એટલું જ નહિં સલમાન ખાન અને કરીના કપૂર તાજેતરમાં જ બૉડીગાર્ડ જેવી હિટ ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ કરીના કપૂર ઉપર લગ્ન બાદ કોઈ પણ પ્રકારનો નિયંત્રણ લાદવામાં આવ્યો નથી. તેઓ પૂર્ણત્વે ફ્રી છે એક્ટિંગ માટે. પટૌડી ખાનદાનની કોઈ પણ મહિલા પછી તે સોહા અલી ખાન હોય કે શર્મિલા ટાગોર તમામ પોતાની રીતે કામ કરવા અને પોતાની વિચારસરણી પ્રમાણે રહેવાને આઝાદ છે. ફેવીકૉલ સૉંગને અશ્લીલતાથી પૂર્ણત્વે દૂર રાખવાનો ફેંસલો સલમાન ખાનનો છે. અને બીજી વાત એ પણ છે કે કરીનાના લગ્ન બાદ સલમાન ખાન હજુ વધુ કૉન્શિયસ થઈ ગયાં છે.
ખેર, હવે તો ઇંતેજાર કરવો પડશે આ ફેવીકૉલ ગીત જોવાનો અને સાંભળવાનો કે કરીનાની હલકટ જવાની કઈ રીતે ફરાહ ખાને કાબૂમાં રાખી છે અને કઈ રીતે સલમાને પોતાની સો કૉલ્ડ બહેન સાથે આ આયટમ સૉંગ દરમિયાન દૂરીઓ જાળવી રાખી છે.












Click it and Unblock the Notifications
