પીએમ મોદીએ સલમાન ખાનને મત માટે કરેલા ટ્વીટનો 9 દિવસ બાદ મળ્યો આ જવાબ
સલમાન ખાને 9 દિવસ બાદ હોળીના પ્રસંગે પીએમ મોદીના ટ્વીટનો જવાબ આપ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.
બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન કેટલા બિઝીરહે છે એ તો બધા જાણે છે. હાલમાં જ પીએમ મોદીએ સલમાન ખાન અને આમિર ખાન ઉપરાંત લગભગ બધા સુપર સ્ટાર્સને ટ્વીટ કરીને મત આપવાની અપીલ કરી હતી. તેમણે સલમાન ખાનને ટેગ કરીને પોતાની વાત કહી હતી. હવે 9 દિવસ બાદ હોળીના પ્રસંગે સલમાન ખાને પીએમ મોદીના ટ્વીટનો જવાબ આપ્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

પીએમ મોદીએ લખ્યુ હતુ - 'મતદાન માત્ર અધિકાર નથી પરંતુ ફરજ પણ છે, ડિયર સલમાન ખાન અને આમિર ખાન, આ સમય દેશના યુવાનોને પોતાના અંદાજમાં મત આપવા માટે પ્રેરિત કરવાનો છે જેથી આપણે પોતાના લોકતંત્ર અને પોતાના દેશને વધુ મજબૂતી આપી શકીએ.'
We are a democracy and it is every Indian's right to vote. I urge every eligible Indian to exercise your right and participate in making the Government. https://t.co/WsTdJ3w84O
— Salman Khan (@BeingSalmanKhan) 21 March 2019
આના પર સલમાન ખાનનો જવાબ આવ્યો છે અને તેમણે લખ્યુ - 'અમે લોકતંત્રમાં રહીએ છીએ અને મત આપવો દરેક ભારતીયની ફરજ છે. હું પ્રત્યેક મતદારને કહીશ કે તે પોતાના અધિકારનો ઉપયોગ કરે અને સરકાર બનાવવામાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે.' સલમાન ખાનનું આ ટ્વીટ સતત વાયરલ થઈ રહ્યુ છે અને લોકો આની નીચે કમેન્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલમાં 'ભારત' ફિલ્મ માટે બિઝી છે.












Click it and Unblock the Notifications
