કિક 2 માં સલમાન ખાન સાથે આખરે આ હીરોઇનને ફાઇનલ કરવામાં આવી
સૂત્રોનું માન્યે તો કિક 2 માટે સલમાન ખાન સાથે છેલ્લે બીજું કોઈ નહીં પરંતુ જેકલિન ફર્નાન્ડિઝ ને જ લેવામાં આવી છે. સાજીદ ખાનને આ જોડી એટલી પસંદ આવી છે કે તેઓ લીડ પેરને બદલવા માંગતા જ નથી.
જો એવું થયું તો કિક 2 જેકલિન ફર્નાન્ડિઝ અને સાજીદ ખાનની એકસાથે પાંચમી ફિલ્મ હશે. હવે ઊડતી ખબરએ પણ છે કે જેકલિન ફર્નાન્ડિઝને વરુણ ધવન સાથે જુડવા 2માં પણ ફાઇનલ કરી દેવામાં આવી છે. હાલ તો કિક 2 ની કહાની પર કામ ચાલી રહ્યું છે.

હાલમાં જ જેકલિન ફર્નાન્ડિઝ ટાઇગર શ્રોફ સાથે ફ્લાયિંગ જટમાં જોવા મળી હતી. આ વર્ષ જેકલિન ફર્નાન્ડિઝ માટે ખુબ જ સારું રહ્યું કારણકે તેની 3 ફિલ્મો આવી હતી હાઉસફુલ 3, ઢીશૂમ અને ફ્લાયિંગ જટ. આ ત્રણે ફિલ્મોમાં તેની સારી એવી નોંધ પણ લેવામાં આવી હતી.
તો તૈયાર થઇ જાવ ફરી એકવાર સલમાન ખાન અને જેકલિન ફર્નાન્ડિઝની જોડીને જોવા માટે...












Click it and Unblock the Notifications
