સલમાને કરી ખતરનાક એક્સરસાઈઝ, વીડિયો સાથે કેપ્શન એવુ લખ્યુ કે ફેન્સ હસી પડ્યા

અભિનેતા સલમાન ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના જિમનો જે વીડિયો શેર કર્યો તેને જોઈને તેમના ફેન્સ અચંબિત રહી ગયા.

પોતાની આરોગ્યનું ખાસ ધ્યાન રાખવા માટે પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાને પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાના જિમનો જે વીડિયો શેર કર્યો તેને જોઈને તેમના ફેન્સ અચંબિત રહી ગયા. વાસ્તવમાં વીડિયોમાં સલમાન જે રીતની ખતરનાક એક્સરસાઈઝ સરળતાથી કરી રહ્યા છે તેને જોઈને તેમની સ્ટ્રેન્થનો અંદાજો લગાવી શકાય છે. તમને જણાવી દઈએ કે સલમાન હંમેશાથી ફિટનેસ માટે ચિંતિત રહ્યા છે અને ઉંમરમાં 50નો આંકડો પાર કરી ચૂકેલ સલમાનને ઘણી વાર ફિલ્મોમાં ખતરનાક સ્ટંટ કરતા જોવામાં આવે છે.

53ની ઉંમરે આવી ખતરનાક એક્સરસાઈઝ

53ની ઉંમરે આવી ખતરનાક એક્સરસાઈઝ

સલમાન વાસ્તવમાં લેગ પ્રેસની મશીન પર એક્સરસાઈઝ કરી રહ્યા છે પરંતુ તેમણે મશીન પર હલ્કા વેટ સાથે ભારે વજનના પોતાના બે બૉડીગાર્ડ્ઝને બેસાડ્યા છે અને મશીનને પગથી ઉપર નીચે કરી રહ્યા છે. આ જોવામાં જેટલુ ખતરનાક છે તેને કરવા માટે એટલી જ વધુ હિંમત જોઈએ.

વીડિયો સાથે સલમાને લખ્યુ રસપ્રદ કેપ્શન

સલમાન ખાને જિમનો આ વીડિયો પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, ‘આ ઉતાર ચઢાવનો અનુભવ કર્યા બાદ છેવટે મારા સુરક્ષા ગાર્ડ્ધને અનુભવ થી ગયો કે તે મારી સાથે કેટલા વધુ સુરક્ષિત છે.' સલમાન ખાનનું આ હ્યુમર તેમના ફેન્સને ખૂબ ગમ્યુ. સલમાનની સ્ટ્રેન્થ તેના બૉડીગાર્ડથી વધુ જોવા મળી રહી છે.

‘ભાઈ તારા જેવુ ના કોઈ છે ના કોઈ હશે'

‘ભાઈ તારા જેવુ ના કોઈ છે ના કોઈ હશે'

સલમાનનો આ વીડિયો જોઈને લોકો ચોંકી રહ્યા છે અને તેમના ફેન્સ શાનદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને સલમાનના એક ફેને લખ્યુ - ‘ભાઈ તારા જેવુ ના કોઈ છે ના કોઈ હશે.' વળી કોઈએ તેમની સ્ટ્રેન્થની પ્રશંસા કરી તો કોઈને તેમના શાનદાર બૉડીની.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X