Pics : કિક બાદ સલમાન કહેશે ઓ તેરી...
મુંબઈ, 6 ઑગસ્ટ : બૉલીવુડના દબંગ સલમાન ખાનને વિઝા શું મળ્યો, અતુલ અગ્નિહોત્રી ખુશખુશાલ થઈ ગયાં છે. સલમાન ખાન હવે કિકનું શૂટિંગ કરી શકશે અને તરત બાદ ઓ તેરી ફિલ્મનું શૂટિંગ કરશે કે જે તેમના બનેવી અતુલ અગ્નિહોત્રી બનાવી રહ્યાં છે. ફિલ્મમાં સલમાનનો ગેસ્ટ રોલ છે, પણ બહુ જ મહત્વનો રોલ છે.
નોંધનીય છે કે ઓ તેરી ફિલ્મમાં લીડ રોલ પુલકિત સમ્રાટ તથા સારા જેન ડિયાઝ કરી રહ્યાં છે. આ ફિલ્મનું એંસી ટકા શૂટિંગ થઈ ચુક્યું છે. બસ સલમાનના ભાગનું સૂટિંગ બાકી છે કે જે ટુંકમાં જ પૂર્ણ થવાની અતુલને આશા છે.
દિલ ને જિસે અપના કહા અને હેલો જેવી ફિલ્મો બનાવનાર અતુલ અગ્નિહોત્રીએ ક્રાંતિવીર તથા સર જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું, પણ તેઓને ખાસ સફળતા નહોતી મળી. પછી તેઓએ દિગ્દર્શન ક્ષેત્રે ઝંબલાવ્યું. જોકે અત્યાર સુધી આ ક્ષેત્રે પણ તેમને ખાસ સફળતા મળી નથી. તેથી ઓ તેરી અતુલ અગ્નિહોત્રી માટે ખાસ મહત્વ ધરાવે છે.
શક્ય છે કે ઓ તેરીમાં સલમાન ખાનનો જાદુ કોઈ કામ કરી જાય. અતુલ સલમાનના બનેવી છે. સલમાનના બહેન અલવીરાના પતિ છે અતુલ. સલમાન પોતાના બહેનને બહુ પ્રેમ કરે છે. તેથી પણ તેમના માટે ઓ તેરી મહત્વની ફિલ્મ છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

સલમાનને વિઝા
સલમાન ખાનને યૂકે વિઝા મળી ગયો છે અને તેથી તેઓ હવે કિક ફિલ્મનું શૂટિંગ કરવા માટે લંડન જઈ શકશે. સલમાનને વિઝા મળતાં કિકના નિર્માતા સાજિદ નડિયાદવાલા તો ખુશ છે જ, પણ સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી પણ ખુશ છે, પણ કેમ? જાણવા માટે આગળ વાંચો.

ઓ તેરીમાં સલમાન
સલમાનના બનેવી અતુલ એટલા માટે ખુશ છે, કારણ કે સલમાન અતુલની ઓ તેરી ફિલ્મમાં મહત્વનો ગેસ્ટ રોલ કરી રહ્યાં છે. કિકનું શૂટિંગ પૂર્ણ થતાં જ સલમાન ઓ તેરીમાં પોતાના ભાગનું શૂટિંગ કરશે. સલમાન પોતાના બહેન અલવીરાને બહુ પ્રેમ કરે છે.

જૅકલીન પણ ઉત્સાહિત
સલમાનને વિઝા મળતાં કિકમાં તેમના હીરોઇન જૅકલીન ફર્નાન્ડીઝ પણ ઉત્સાહિત છે. હવે તેઓ સલમાન સાથે લંડન ખાતે ફિલ્મનું શૂટિંગ કરી શકશે.

ઓ તેરીમાં પુલકિત
ઓ તેરી ફિલ્મમાં પુલકિત સમ્રાટ લીડ રોલમાં છે. પુલકિત તાજેતરમાં જ ફુકરે ફિલ્મમાં દેખાયા હતાં કે જે સફળ રહી હતી.

સારા જેન ડિયાઝ
સારા જેન ડિયાઝ ઓ તેરી ફિલ્મના નાયિકા છે. સારા જેન ડિયાઝે જણાવ્યું - ઓ તેરી ફિલ્મનું શૂટિંગ અદ્ભુત રહ્યું. હું હમણા તે અંગે કંઇ કહી શકું એમ નથી. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને મોટા અભિનેતાઓ તેમજ નિર્માતાઓ સાથે કામ કરવાની તક મળી છે.












Click it and Unblock the Notifications
