સલમાનની બહેન અર્પિતા બનશે મિસિસ શર્મા, ટુંકમાં જ વાગશે લગ્નની શરણાઈ!

મુંબઈ, 18 ઑગસ્ટ : સલમાન ખાન બૉલીવુડમાં સૌથી ચર્ચિત અભિનેતા ગણાય છે. તેમની ફિલ્મો આવવાની હોય, આવી ગઈ હોય, ફ્લૉપ ગઈ હોય કે પછી સફળ નિવડી હોય. સલમાન ખાન તમામ બાબતોમાં ચર્ચાસ્પદ રહે છે, તો તેમનો પરિવાર પણ ટૉક ઑફ ધ ટાઉન બનતો રહે છે.

હવે વાત જ્યારે પરિવારની આવી છે, તો આપને જણાવી જ દઇએ કે સલમાન ખાનના ઘરે ટુંકમાં જ લગ્નની શરણાઈ વાગવાની છે. જો જો રખે ચૂકતાં. સલમાન ખાન લગ્ન કરવા નથી જઈ રહ્યાં. તેઓનો હાલ લગ્ન કરવાનો કોઈ ઇરાદો પણ નથી. આ તો તેમના નાના બહેન અર્પિતા ખાનની ડોલી ઉઠવાની વાત થઈ રહી છે.

આપના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે કોણ બનવા જઈ રહ્યો છે સલમાનનો બીજો બનેવી. સલમાનની મોટી બહેન અલવીરા ખાને તો અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે. આમ અતુલ સલમાનના પહેલા બનેવી છે. હવે વારો અર્પિતાનો આવ્યો છે.

જાણવા મળે છે કે અર્પિતા ખાન બહુ જલ્દી લગ્ન કરી લેવાની છે અને તેમના સપાનાના રાજકુમારનુ નામ છે આયુષ શર્મા. આમ અર્પિતા ખાન ટુંકમાં જ મિસિસ શર્મા બની જશે. અર્પિતા અને દિલ્હીના આયુષ શર્મા ઘણા સમયથી ડેટિંગ કરતા હતાં. જાણવા મળે છે કે બંને જાન્યુઆરીમાં લગ્ન કરી લેવાના છે.

લગ્ન પહેલા તાજેતરમાં જ અર્પિતા ખાને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આયુષ સાથેની તસવીરો શૅર કરી અને કૅપ્શનમાં લખ્યું - ટુંકમાં જ મિસિસ શર્મા બનીશ.

ચાલો આપને બતાવીએ અર્પિતાના રાજકુમાર આયુષની તસવીરો :

અર્પિતા ખાન-આયુષ શર્મા

અર્પિતા ખાન-આયુષ શર્મા

અર્પિતા ખાન અને આયુષ ઉર્ફે આયુષ્માન શર્માની રોમાંટિક તસવીર કે જે ધાબા ઉપર લેવાયેલી છે.

આવતા વર્ષે લગ્ન

આવતા વર્ષે લગ્ન

જાણવા મળે છે કે અર્પિતા અને આયુષ આવતા વર્ષે 2015માં લગ્ન કરશે.

અર્જુન સાથે રિલેશનશિપ

અર્જુન સાથે રિલેશનશિપ

અર્પિતા ખાન એક સમયે અર્જુન કપૂર સાથે રિલેશનશિપ ધરાવતી હતી.

દત્તક બહેન

દત્તક બહેન

આયુષ શર્મા દિલ્હીનો યુવાન છે, જ્યારે અર્પિતા ખાન સલમાનની દત્તક બહેન છે.

પ્રેમી-પંખીડા

પ્રેમી-પંખીડા

અર્પિતા-આયુષ્માને એક-બીજાના હાથે એક-બીજાના નામ લખી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

સલમાનના ઘરે લગ્નની શરણાઈ

સલમાનના ઘરે લગ્નની શરણાઈ

સલમાન ખાનના ઘરે ટુંકમાં જ લગ્નની શરણાઈ વાગશે કે જ્યારે આયુષ શર્મા તેમની બહેન અર્પિતના પરણવા જાન લઈને તેમના ઘરે આવશે.

સલમાનનો વારો ક્યારે?

સલમાનનો વારો ક્યારે?

લગ્નની વાત આવતા જ સલમાન ખાન અંગે પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. આપણે આશા રાખીએ કે અલવીરા બાદ અર્પિતાને પણ વઢાવી દઈ સલમાન ખાન પોતે લગ્ન કરવા અંગે ચોક્કસ વિચારશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X