સલમાન-સોનાક્ષી છે સૌથી હૉટ, ફ્રેશ અને બેસ્ટ કપલ

મુંબઈ, 3 જાન્યુઆરી : ભલે સોનાક્ષી દ્વારા સલમાનને ભાઈ ન કહી શકવા અંગેની ચર્ચાઓ ગરમ હોય, પરંતુ એક રીતે સોનાક્ષી તેમના સ્થાને યોગ્ય પણ છે, કારણ કે લોકોએ તેમને સલમાનના બહેન તરીકે નહીં, પણ સલમાન સાથેના સૌથી હૉટ અને બેસ્ટ કપલ તરીકે નવાજ્યાં છે. એક અંગ્રેજી ડેલીએ કરેલા સર્વે મુજબ ઑનસ્ક્રીન દબંગ જોડી જ નંબર વન છે. લોકોએ દબંગની સલમાન-સોનાક્ષીની જોડીને સૌથી હૉટ અને ફ્રેશ ઠેરવી છે.

Salman-Sonakshi

આ સર્વેમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાને સૌથી વધુ વોટ એટલે કે 65 ટકા વોટ મળ્યા છે. બીજા નંબરે છે જબ તક હૈ જાન એટલે કે શાહરુખ ખાન અને કૅટરીના કૈફની જોડી. બર્ફીની જોડી રણબીર કપૂર તથા પ્રિયંકા ચોપરા ત્રીજા સ્થાને રહ્યાં છે.

લોકોનું કહેવું છે કે સલમાન-સોનાક્ષીની જોડી ફ્રેશ છે. આશ્ચર્યની બાબત એ છે કે આ યાદીમાં ટૉપ થ્રીમાં સલમાન-કૅટરીનાનું નામ જ નથી. જોકે બંનેએ વર્ષ 2012ની સૌથી મોટી હિટ એક થા ટાઇગર ફિલ્મ આપી છે. વર્ષ 2010માં સોનાક્ષીએ સલમાન સાથે જ પોતાની પ્રથમ ફિલ્મ દબંગ આપી હતી અને રાતોરાત તેઓ સ્ટાર બની ગયા હતાં. ત્યારથી સોનાક્ષીએ અનેક પ્રખ્યાત હીરો સાથે કામ કર્યું, પરંતુ મેગા હિટ ફિલ્મ ફરી એક વાર સલમાન સાથે જ દબંગ 2 તરીકે આપી.

સોનાક્ષી સિન્હાને લોકો સુંદર અને સારા અભિનેત્રી ગણે છે. સોનાક્ષી હાલ મોટા સ્ટાર્સ સાથે કામ કરે છે. દબંગ અને દબંગ 2 પછી લોકો અપેક્ષા સેવે છે કે દબંગ 3 ફિલ્મમાં પણ સલમાન-સોનાક્ષીની જોડી જ ચમકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X