રીતેશની ફિલ્મમાં સલમાન કરશે ગેસ્ટ રોલ
મુંબઈ, 19 ઑગસ્ટ : અભિનેતા સલમાન ખાન રીતેશ દેશમુખના બૅનર હેઠળ બનતી મરાઠી ફિલ્મ લઈ ભારીમાં મહેમાન કલાકાર તરીકે નજરે પડશે. સલમાનની આ પ્રથમ મરાઠી ફિલ્મ છે. રીતેશની ફિલ્મ નિર્માણ કમ્પની મુંબઈ ફિલ્મ કમ્પની તેમજ સિનેમા એંટરટેનમેંટ દ્વારા બનાવાતી આ ફિલ્મનું દિગ્દર્શન નિશિકાંત કામત કરી રહ્યાં છે.

રીતેશે એક નિવેદનમાં જણાવ્યું - હું સલમાનનો ખૂબ જ આભારી છું કે તેમણે પોતાની જાતને આ ફિલ્મનો ભાગ બનવાનો પ્રસ્તાવ મૂ્યો. તેમની સાથે મરાઠી ફિલ્મ કરવી કમાલનો અનુભવ રહ્યો. રીતેશ દેશમુખ તથા સલમાન ખાન ઘણા વર્ષોથી એક-બીજાને જાણે છે. એક સૂત્રે જણાવ્યું કે સલમાન ખાન પોતાની ફિલ્મ મેંટલ માટે તથા રીતેશ દેશમુખ પોતાની ફિલ્મ લઈ ભારી માટે હૈદરાબાદમાં રામોજી ફિલ્મ સિટીમાં શૂટિંગ કરતા હતાં. આ દરમિયાન જ બંને મળ્યાં અને વાતચીત થઈ.
સૂત્રે જણાવ્યું કે સલમાનને રીતેશની ફિલ્મની વાર્તા બહુ ગમી અને તેમણે પોતે ફિલ્મનો ભાગ બનવાનો પ્રસ્તાવ મૂક્યો. રીતેશને પણ સલમાનનું સૂચન ગમ્યું અને તેમણે દિગ્દર્શક સાથે વાત કરી સલમાન ખાન માટે ફિલ્મમાં એક દૃશ્ય ઉમેર્યું. સલમાન વાળું દૃશ્ય લઈ ભારી ફિલ્મનું ખાસ આકર્ષણ હશે. નોંધનીય છે કે રીતેશ દેશમુખ આ અગાઉ મરાઠી ફિલ્મ બાલક પાલક બનાવી ચુક્યાં છે કે જેણે બૉક્સ ઑફિસે સારો બિઝનેસ કર્યો હતો અને દર્શકો તેમજ સમીક્ષકોએ પણ તેના વખાણ કર્યા હતાં.












Click it and Unblock the Notifications
