જાણો વિસ્તારથી - શું છે કાળિયાર શિકાર પ્રકરણ
મુંબઈ, 11 ડિસેમ્બર : સલમાન ખાન કાળિયાર શિકાર પ્રકરણ અંગે ફરી ચર્ચામાં છે. જોધપુર કોર્ટે આગામી 4થી ફેબ્રુઆરી, 2013સુધી સલમાન ખાન, સૈફ અલી ખાન, નીલમ તેમજ તબ્બુને કોર્ટમાં હાજર થવાનો આદેશ કર્યો છે. આ કેસ 1998માં કોર્ટમાં દાખલ કરાયો હતો કે જ્યારે સલમાન ખાન રાજસ્થાનમાં હમ સાથ સાથ હૈં ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં હતાં. આ ફિલ્મમાં સૈફ, તબ્બુ તેમજ નીલમ પણ હતાં. શુટિંગ દરમિયાન ચારો કલાકારો જોધપુરના એક જંગલમાં બે કાળા હરણ તથા બે ચિંકારાનો શિકાર કરવાને લઈને વિવાદોમાં ઘેરાઈ ગયાં અને તેમની ઉપર કેસ કરવામાં આવ્યો હતો.

સલમાન અને બાકીના ત્રણે કલાકારો વિરુદ્ધ વિશ્નોઈ સમાજના બે લોકોએ કેસ કર્યો. તે બંનેએ પોતાની જાતને આ કેસના સાક્ષી ગણાવ્યાં અને જણાવ્યું કે તેમણે સલમાનનો પીછો કર્યો હતો અને પછી તેમણે પોતે સલમાનને જંગલમાં કાળિયાર ઉપર ગોળી ચલાવતાં જોયાં અને ગોળી ચાલવાનો અવાજ પણ સાંભળ્યો આ કેસ દાખલ થયા બાદ સ્થાનિક વન વિભાગ દ્વારા તે હોટેલમાં રેડ કરવામાં આવી કે જ્યાં આ કલાકારો રોકાયા હતાં. 2002માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ.
તપાસ દરમિયાન સલમાન ખાન પાસેથી એક ગન તેમજ પિસ્તોલ મળી આવી કે જેનું લાયસંસ રાજસ્થાન માટે વૅલિડ નહોતું. તે વખતે એવી અફવાઓ ઉડાવાઈ કે કાળિયારનુ મોત વધુ રક્તસ્રાવના કારણે થઈ હતી, નહીં કે ગોળીથી, પરંતુ પછી ડીએનએ ટેસ્ટમાં જાણવાં મળ્યું કે તેનુ મોત ગોળી લાગવાથી જ થયુ હતું. સલમાન ખાને શરુઆતમાં આ કેસના પગલે જોધપુરની જેલમાં ત્રણ દિવસ વિતાવ્યાં અને પછી આ કેસ સાબિત થયા બાદ સલમાનને ત્રણ વરસની કેદની સજા ફરમાવાઈ હતી. સલમાન ખાને આ સજા વિરુદ્ધ ડિસ્ટ્રિક્ટ તેમજ સેશન કોર્ટમાં અપીલ કરી હતી.
નોંધનીય છે કે સલમાન ખાન આ કેસમાં વન્ય જીવ સંરક્ષણ કાનુન 1972ની કલમ 51 હેઠળ દોષી ઠર્યા હતાં. હવે ફરી એક વાર કોર્ટે આ કેસ અંગે સલમાન સહિત ચારે કલાકારોને 4થી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
