એડવાંસ ટેક્સ ચુકવણીમાં પણ ટાઇગર છે સલમાન
મુંબઈ, 18 સપ્ટેમ્બર : બૉલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન ટેક્સ ચુકવણીની બાબતમાં પણ ટાઇગર સાબિત થયાં છે.

એક ઇનકમ ટેક્સ અધિકારીના જણાવ્યા મુજબ સલમાને સપ્ટેમ્બરમાં સમાપ્ત થતા ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સ તરીકે પૂરા 8 કરોડ રુપિયા ચુકવ્યાં છે. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન સલમાને 5 કરોડ રુપિયા ભર્યા હતાં.
નોંધનીય છે કે સલમાન ખાન હાલ સફળતાના આસમાને છે અને તેમની તાજેતરમાં રિલીઝ થયેલી દબંગ, રેડી, બૉડીગાર્ડ અને એક થા ટાઇગર જેવી ફિલ્મોએ 100 કરોડ રુપિયા ઉપરાંતનો બિઝનેસ કર્યો છે.
સલમાન ખાનની છેલ્લી ફિલ્મ હતી એક થા ટાઇગર. આ ફિલ્મે બૉક્સ ઑફિસ ઉપર લગભગ 198 કરોડ રુપિયાની કમાણી કરી છે.
ટેક્સ ચુકવવાની બાબતમાં સલમાન ખાન શાહરુખ ખાન ઉપરાંત બૉલીવુડના બીજા નામો જેમ કે બિગ બી અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને આમિર ખાન કરતાં પણ આગળ છે.
બૉલીવુડ એક્ટર્સ જ શું, ક્રિકેટમાંથી પણ અઢળક કમાણી કરનાર સચિન તેંડુલકર પણ ટેક્સ ચુકવણીની બાબતમાં સલમાન ખાન કરતાં પાછળ જ છે. તેંડુલકરે આ વર્ષે 2 કરોડ રુપિયા એડવાંસ ટેક્સ તરીકે ચુકવ્યાં છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં તેમણે 1.75 કરોડ રુપિયા ભર્યા હતાં.
કોણે કેટલો ચુકવ્યો ટેક્સ
ફિલ્મ સ્ટાર, ગયા વર્ષે, આ વર્ષે
સલમાન ખાન, 8 કરોડ, 5 કરોડ
અક્ષય કુમાર, 7.5 કરોડ, 5 કરોડ
અમિતાભ બચ્ચન, 5 કરોડ, 1.4 કરોડ
શાહરુખ ખાન, 5 કરોડ, 5 કરોડ
આમિર ખાન, 3.25 કરોડ, 4.50 કરોડ
સૈફ અલી ખાન, 3 કરોડ, 1.7 કરોડ
કેટરીના કૈફ, 2.60 કરોડ, 1.70 કરોડ
કરીના કપૂર, 2.20 કરોડ, 1.5 કરોડ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી







Click it and Unblock the Notifications
