Pics : મોબાઇલ ઉપર સૌથી જાણીતી હસ્તી સલમાન ખાન
મુંબઈ, 2 ઑગસ્ટ : ભલે ટીવી હોય કે બૉક્સ ઑફિસ. દરેક જગ્યાએ સલમાન ખાનનો જ સિક્કો ચાલે છે. તેથી તો લોકો તેમના અંગે જાણવા આતુર રહે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે સલમાન ખાન અંગે જાણવા માટે લોકો એટલી હદે ઘેલા રહે છે કે જેના માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે.
તાજેતરમાં જ થયેલ એક સર્વેમાં ખુલાસો થયો છે કે સલમાન ખાનને લોકો મોબાઇલ ઉપર પણ સૌથી વધુ સર્ચ કરે છે. મોબાઇલ વીડિયો તેમજ મીડિયા કમપ્ની વુક્લિપ્સ દ્વારા વર્ષની બીજી ત્રૈમાસિકી માટે ઇશ્યુ કરાયેલ ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં આ નિષ્કર્ષનો ખુલાસો થયો છે. તેનાથી સાબિત થાય છે કે સલમાન ખાન જ હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી પસંદગીના અભિનેતા છે.
એમ પણ સલમાન ખાન બિગ બૉસ 7 માટે વધુ પડતું મહેનતાણુ લેવા અંગે ચર્ચામાં છે, તો શાહરુખ ખાન સાથે તેમની મૈત્રી અંગે પણ ચર્ચાઓ પુરજોશમાં છે.
આવો તસવીરો સાથે જાણીએ સર્વે અંગેની વધુ વિગતો :

સલમાન ખાન
ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં ખુલાસો થયો છે કે સલમાન મોબાઇલ ઉપર સૌથી વધુ સર્ચ કરાય છે.

કૅટરીના કૈફ
બીજા સ્થાને સલમાન ખાનના પૂર્વ પ્રેમિકા કૅટરીના કૈફ છે.

સચિન તેંડુલકર
ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં ત્રીજા સ્થાને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર છે.

રણબીર કપૂર
ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં ચોથું સ્થાન રૉકસ્ટાર રણબીર કપૂરે હાસલ કર્યું છે.

કિમ કાર્દશિયન
અમેરિકી હૉટ ટીવી સ્ટાર કિમ કાર્દશિયન ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં પાંચમા સ્થાને રહ્યાં છે.

અનુષ્કા શર્મા
આ સર્વેમાં અનુષ્કા શર્માએ છઠું સ્થાન હાસલ કર્યું છે.

પ્રિયમણિ
સાઉથના અભિનેત્રી પ્રિયમણિ સાતમાં સ્થાને છે.

ટેલર સ્વિફ્ટ
અમેરિકી સિંગર અને સૉંગ રાઇટર ટેલર સ્વિફ્ટ આ સર્વેમાં આઠમાં સ્થાને રહ્યાં છે.

કાજલ અગ્રવાલ
આ સર્વે મુજબ વધુ એક અભિનેત્રી કાજલ અગ્રવાલને નવમું સ્થાન હાસલ થયું છે.

નિત્યા મેનન
ગ્લોબલ વીડિયો ઇનસાઇટ્સ સર્વેમાં દસમું સ્થાન હાસલ થયું છે અભિનેત્રી નિત્યા મેનનને.












Click it and Unblock the Notifications
