પેશાવર હુમલો : સલમાનના સુફિયાણા Tweet પર ભડક્યા લોકો!
અમદાવાદ, 20 ડિસેમ્બર : હિન્દીમાં એક કહેવત છે કે હોમ કરને ચલે ઔર હાથ જલા બૈઠે... કંઇક આવો જ હાલ થયો છે સલમાન ખાનનો કે જેમણે તાજેતરમાં જ ટ્વિટર પર પેશાવર ખાતે માસૂમ બાળકો પર થયેલ આતંકવાદી હુમલા અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, પણ એક બાજુ બાકીના સ્ટાર્સ દ્વારા આ હુમલા અંગે કરાયેલ ટ્વીટ્સના લોકોએ વખાણ કર્યા, તો બીજી બાજુ સલમાનના આ ટ્વીટથી લોકોને ગુસ્સો આવી ગયો. તેમનો ઇશારો હતો સલમાન ખાન દ્વારા કચડી મારવામાં આવેલા ફુટપાથના લોકો તથા તે કાળિયાર હરણો તરફ હતો કે જેનો આરોપ સલમાન સામે છે.

To save 1 innocent life is to save entire humanity , to kill 1 innocent life is like killing entire humanity .
— Salman Khan (@BeingSalmanKhan) December 19, 2014
સલમાને આ પછી આગળ લખ્યું, ‘એક માસૂમનો જાન લેવા કરતા મોટો ગુનો બીજો કોઈ નથી.'
The most heinous crime is killing an innocent
— Salman Khan (@BeingSalmanKhan) December 19, 2014
દેવ પુરબિયાએ પોતાના ફેસબુક પર સલમાનના આ ટ્વીટને શૅર કર્યું અને લખ્યું, ‘આ પોસ્ટે તો મારો દિવસ સુધારી દીધો.'
અમિત દુબેએ લખ્યું, ‘માસૂમ તો પેલા કાળિયાર હરણો પણ હતાં અને પેલા લોકો પણ કે જેઓ રોડની બાજુમાં ફુટપાથ ઉપર સૂતા હતાં.'
સુશાંત શેટ્ટીએ લખ્યું, ‘આવુ જ થાય છે કે જ્યારે કોઈ બીજો આપનું સોશિયલ ઍકાઉંટ મૅનેજ કરતો હોય છે. આવા પ્રકારના જ અપડેટ હોય છે.'
તનુએ લખ્યું, ‘વાહ! જેણે પોતે માસૂમો અંગે વિચાર્યુ નહીં, તે આજે બીજાઓને સલાહ આપી રહ્યો છે. જો આ ગુનો છે, તો તે પોતે જેલની બહાર કેમ છે?'












Click it and Unblock the Notifications
