Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : વર્ષ 2013માં પણ રહેશે સલમાન ખાનનો દબદબો

મુંબઈ, 17 જાન્યુઆરી : સલમાન ખાન બૉલીવુડના માત્ર સુંદર એક્ટર જ નથી, પણ તદ્દન સફળ અભિનેતા પણ છે. સલમાન ખાન માટે વર્ષ 2012 ખૂબ જ ટેરેફિક રહ્યું છે. એક થા ટાઇગર અને દબંગ 2 બંને ફિલ્મો ગત વર્ષે રિલીઝ થઈ અને બૉક્સ ઑફિસે ભારે સફળતા પામી.

વર્ષ 2013માં પણ સલમાન ખાનનો બૉક્સ ઑફિસે દબદબો રહેવાની શક્યતા છે. તેને લઈને સલમાનના ફૅન્સ ખૂબ જ એક્સાઇટેડ છે. શેર ખાન, પાર્ટનર 2, મોસ્ટ વૉન્ટેડ તથા અમર અકબર એન્થની કેટલાંક એવા નામો છે કે જેમાં સલમાન ફરી એક વાર પોતાની દબંગાઈ સાબિત કરવા આતુર છે. તેમાં પણ અમર અકબર એન્થનીમાં તો સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન એમ ત્રણે ખાનો ચમકવાનાં છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને ઋષિ કપૂરની અમર અકબર એન્થની ફિલ્મની રીમેક છે. રીમેક ફિલ્મમાં આમિર અમર, સલમાન અકબર તથા શાહરુખ એન્થનીના રોલમાં હશે.

આવો આપણે તસવીરો વડે જાણીએ સલમાન ખાનની વર્ષ 2013માં આવનારી ફિલ્મો.

શેર ખાન

શેર ખાન

શેર ખાન સલમાન ખાનની વર્ષ 2013ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ નક્કી થઈ નથી.

આઈ એમ હરીપ્રસાદ

આઈ એમ હરીપ્રસાદ

આઈ એમ હરીપ્રસાદ ફિલ્મમાં સલમાન ખાન કંઈક આવા લુકમાં દેખાશે. આ ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની શક્યતા છે.

મોસ્ટ વૉન્ટેડ

મોસ્ટ વૉન્ટેડ

વૉન્ટેડ ફિલ્મની સિક્વલ મોસ્ટ વૉન્ટેડમાં સલમાન ખાન. આ ફિલ્મ પણ માર્ચમાં રિલીઝ થઈ શકે છે.

નો એન્ટ્રી મેં એન્ટ્રી

નો એન્ટ્રી મેં એન્ટ્રી

નો એન્ટ્રી ફિલ્મની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રી ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વાર બિપાશા બાસુ તથા અનિલ કપૂર સાથે દેખાશે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની શક્યતા છે.

પાર્ટનર 2

પાર્ટનર 2

પાર્ટનરની સિક્વલ પાર્ટનર 2 ફિલ્મમાં સલમાન ખાન ફરી એક વાર ગોવિંદા સાથે દેખાશે. આ ફિલ્મ પણ એપ્રિલમાં રિલીઝ થઈ શકે છે.

અમર અકબર એન્થની

અમર અકબર એન્થની

અમર અકબર એન્થની ફિલ્મની રીમેકમાં સલમાન ખાન પણ હશે. આ ફિલ્મની વિશેષતા એ છે કે આ ફિલ્મ એક રીતે ઐતિહાસિક હશે, કારણ કે તેમાં ત્રણે ખાનો એક સાથે ચમકવાનાં છે. આમિર ખાન અમર, સલમાન ખાન અકબર અને શાહરુખ ખાન એન્થનીના રોલમાં હશે. આ ફિલ્મ મે માસમાં રિલીઝ થઈ શકે છે.

દો ઔર દો પાંચ

દો ઔર દો પાંચ

દો ઔર દો પાંચ ફિલ્મમાં સલમાન ખાન અરબાઝ ખાન સાથે દેખાશે. ફિલ્મ જૂનમાં રિલીઝ થવાની શક્યતા છે.

સાહિબ બીવી ઔર ગુલામ

સાહિબ બીવી ઔર ગુલામ

રિતુપર્ણો ઘોષ દિગ્દર્શિત ફિલ્મ સાહિબ બીવી ઔર ગુલામમાં સલમાન ખાન પ્રિયંકા ચોપરા સાથે ચમકશે. આ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી નથી થઈ.

કિક

કિક

એ. આર. મુરુગદોસ દિગ્દર્શિત ફિલ્મ કિકમાં સલમાન ખાન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ જુલાઈમાં રિલીઝ થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X