ઉંમર થઈ ગઈ કે ગભરાય છે સલમાન ?
મુંબઈ, 23 ફેબ્રુઆરી : એ કહેવત તો આપે સાંભળી જ હશે કે પુત્રના પગલાં ઘોડિયામાં જ દેખાઈ આવે છે, પરંતુ આજકાલ પુત્રના પગલાં ઘોડિયામાં આવતા પહેલાં જ દેખાવા લાગે છે. અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડના દબંગ હીરો સલમાન ખાનના પુત્ર વિશે. સલમાન ખાન કે જેમના હજી લગ્ન પણ નથી થયાં અને જેમણે અત્યાર સુધી લગ્ન અંગે વિચાર્યું સુદ્ધા નથી.

તેમણે તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન જણાવ્યું કે તેઓ લગ્ન અંગે કંઈ કહી શકે નહીં, પણ તેમને બાળકો ખૂબ પસંદ છે અને તેઓની ઇચ્છા છે કે તેમને બાળકો હોય. એટલું જ નહીં, સલમાન ખાનનું એમ પણ કહેવું છે કે તેઓ એવી યુક્તિ શોધી રહ્યાં છે કે જેથી વગર લગ્ને તેઓ બાળક પામી શકે.
સલમાનના આવા નિવેદન બાદ સલમાના લગ્ન તથા તેમનું બાળક અંગે વિવાદ ઊભો થઈ ગયો છે. આ અંગે લોકોના વિચિત્ર પ્રત્યાઘાતો સાંપડી રહ્યાં છે. કોઇકે જણાવ્યું કે સલમાનની હવે ઉંમર થઈ ગઈ છે. તેથી તેઓ લગ્ન કરતાં ડરે છે, તો કોઇકે એવું કહ્યું કે સલમાન ઐશ્વર્યા રાયની યાદોના સહારે પોતાનું જીવન વિતાવી દેવા માંગે છે. એટલે લગ્ન કરવા નથી માંગતાં. સલમાનના ફૅન્સ તો તેમના લગ્ન અંગેના વિચારો જાણી દુઃખી થઈ ગયાં.












Click it and Unblock the Notifications
