હું રણવીર સિંહના માથા પર ખુરશી તોડીને મારવા માગું છું: સલમાન ખાન
સલમાન ખાન કહેતા ઘણો જ અફસોસ થાય છે પરંતુ આ વાત તદ્દન સાચી છે સલમાન ખાને બિલકુલ આવું જ કહ્યું હતું. સુલતાન સલમાન ખાને ભલે આ વાત મજાકમાં કહી હોઈ પરંતુ કોઈ પણ સુપરસ્ટારના મોઢેથી આવી વાત સારી નથી લાગતી. આમ તો અમને પણ ભરોષો છે કે રણવીર સિંહ પણ આ વાતને મજાકમાં જ લેશે.
વાત આમ બની હતી કે રણવીર સિંહ આદિત્ય ચોપરાની ફિલ્મ બેફિકરે માટે પેરિસમાં શૂટિંગ કરી રહ્યા છે. જ્યાં થેયેટરમાં જઈને તેઓ સુલતાન ફિલ્મ જોવા ગયા. તેમને સુલતાન જોયી અને સાથે સાથે બેબી કો બેસ પસંદ હૈ ગીત પર થેયેટરમાં ડાન્સ પણ કર્યો.

રણવીર સિંહનો આ અંદાઝ જોઈને થેયેટરમાં હાજર બધા જ લોકો નાચવા લાગ્યા. રણવીર સિંહનો આ અંદાઝ બધાને જ પસંદ આવ્યો અને તેની ઘણી ચર્ચા પણ થઈ. જ્યારે આ વિશે સલમાન ખાન ને પૂછવામાં આવ્યું ત્યારે તેમને મજાકના અંદાઝમાં કહ્યું.
સલમાને કહ્યું કે "હું તેને જાનથી મારી નાખવા માંગતો હતો, તેના માથા પર ખુરશી તોડીને મારવાનું ઈચ્છતો. તે ફિલ્મ જોવા ગયો હતી કે નાચવા? હું કહું છું કે રણવીર સિંહ ઈચ્છતો હતો કે બધા લોકો તેને જુએ.












Click it and Unblock the Notifications
