VIDEO: મોલમાં ફરવા ગયેલા સલમાન ખાન સામે કોઈએ જોયુ પણ નહિ

સલમાન-શાહરુખ જેવા સ્ટાર જો કોઈ મોલમાં પહોંચી જાય તો ત્યાં હજારો-લાખો ફેન્સની ભીડ ભેગી થઈ જાય છે.

સલમાન-શાહરુખ જેવા સ્ટાર જો કોઈ મોલમાં પહોંચી જાય તો ત્યાં હજારો-લાખો ફેન્સની ભીડ ભેગી થઈ જાય છે. પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા માટે ફેન્સ કેટલા કલાકો મોલમાં ઉભા રહે છે પરંતુ હાલમાં જ સલમાન સાથે આનું ઉલ્ટુ જ થયુ. સલમાન ખાન મોલમાં પોતાના બોડી ગાર્ડ્ઝ સાથે ફરી રહ્યો હતો અને ત્યાં કોઈએ તેને નોટિસ પણ ના કર્યો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

કોઈએ સલમાનને ઓળખ્યો નહિ?

કોઈએ સલમાનને ઓળખ્યો નહિ?

બોલિવુડના દબંગ સલમાન ખાનની ફેન ફોલોઈંગ લાખોમાં નહિ પરંતુ કરોડોમાં છે. ઈદ હોય કે દિવાળી કે પછી તેમનો જન્મદિવસ, મુંબઈમાં તેમના ઘર આગળ હજારો ફેન્સ પોતાના મનપસંદ સ્ટારની એક ઝલક મેળવવા ઉભા રહે છે. પરંતુ હાલમાં જ જ્યારે સલમાન મોલમાં ફરી રહ્યો હતો ત્યારે તેમની સાથે સેલ્ફી પડાવવા કોઈ આવ્યુ નહોતુ. સલમાનના દુબઈના મોલમાં પોતાના બોડીગાર્ડ સાથે ફરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જુઓ વીડિયો -

ભારતમાં હોત તો ભેગા થઈ જાત હજારો ફેન્સ

ભારતમાં હોત તો ભેગા થઈ જાત હજારો ફેન્સ

વીડિયોમાં દૈખાઈ રહ્યુ છે કે સલમાન મોલમાં બોડીગાર્ડ સાથે ફરી રહ્યો છે. પછી તે એક ડિઝાઈનર શોરૂમ આગળ જઈને બેસી જાય છે. આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે બોલિવુડના આટલા મોટા સુપરસ્ટારને જોવા માટે ત્યાં બિલકુલ પણ ભીડ એકઠી ન થઈ. વીડિયોમાં એક પણ વ્યક્તિ તેમની પાસે ફોટો પડાવવા માટે ના આવ્યો. જો સલમાન આ જ રીતે ભારતમાં ફરી રહ્યા હોત તો તમે અંદાજો લગાવી શકો છો કે કેવો નઝારો હોત.

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન

આ ફિલ્મોમાં જોવા મળશે સલમાન

ફિલ્મોની વાત કરીએ તો સલમાનની હાલાં જ રિલીઝ થયેલી રેસ 3 બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી. આ ઉપરાંત સલમાન જલ્દી પ્રિયંકા ચોપડા અને દિશા પટની સાતે અલી અબ્બાસ જફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. સલમાન શાહરુખની ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ ઝીરો માં કેમિયો કરતા પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X