સામંથા અને નાગા ચૈતન્ય 7 ઓક્ટોબરે કરશે ડિવૉર્સની ઘોષણા, અભિનેત્રીને મળશે 50 કરોડ રૂપિયાની એલિમની
સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય ફરીથી ચર્ચામાં છે અને તેનુ કારણ છે કે સમાંથા પોતાના ઈન્સ્ટાગ્રામ સહિત બધા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પરથી અક્કીનેની સરનેમ હટાવી દીધી છે.
અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને નાગા ચૈતન્ય ફરીથી ચર્ચામાં છે અને તેનુ કારણ છે કે સમાંથા પોતાના ઈન્સ્ટાગ્રામ સહિત બધા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પરથી અક્કીનેની સરનેમ હટાવી દીધી છે. સમાચાર છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. જો કે આના પાક્કા સમાચાર કોઈની પાસે નથી અને આ વિશે અધિકૃત એલાન પણ થયુ નથી. માનવામાં આવી રહ્યુ છે કે સમાંથી સતત સાર્વજનિક રીતે પોતાના ટ્વિટ અને ઈશારાના માધ્યથી સંકેત છોડી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ત્યારબાદ તે લોકો ડિવૉર્સની ઘોષણા કરી શકે છે. જાણવા મળ્યુ છે કે બંને સ્ટાર્સ આવનારી 7 ઓક્ટોબરે એ એલાન કરવાના છે કે તે ડિવોર્સ લઈ રહ્યા છે.

સામંથાનો ફિલ્મો માટેનો પ્રેમ બન્યો કારણ
7 ઓક્ટોબરે તેમના લગ્નની વર્ષગાંઠ છે. કોઈને ખબર નથી કે બંને વચ્ચે કયા કારણે મતભેદ ચાલી રહ્યા છે. ઈટાઈમ્સના જણાવ્યા મુજબ સમાંથાના ગ્લેમરસ ફોટોશૂટ અને જાણીતી વેબસીરીઝ ધ ફેમિલી મેન 2માં બોલ્ડ ભૂમિકા તેનુ સંભવિત કારણ હોઈ શકે છે. રિપોર્ટ મુજબ સામંથાનો ફિલ્મો માટેનો પ્રેમ જ તેના અને નાગા ચૈતન્યના સંબંધમાં ખટાશનુ કારણ બની રહ્યો છે. સામંથા લગ્ન પછી પોતાના કરિયર અને ગ્લેમરસ વર્કફ્રંટને છોડવા નથી માંગતી. તે ફિલ્મોમાં બોલ્ડ સીનથી લઈને ફોટોશૂટ સુધી કોઈ પણ વસ્તુથી પરહેજ કરવા નથી માંગતી.

સામંથાને 50 કરોડ રૂપિયાની એલિમની મળશે
કથિત રીતે જાણવા મળ્યુ છે કે પરિવાર નહોતો ઈચ્છતો કે સામંથા આ કરે. માહિતી મુજબ જાણવા મળ્યુ છે કે ડિવૉર્સ માટે સામંથાને કુલ 50 કરોડ રૂપિયાની એલિમની મળશે જેમાં અચળ સંપત્તિ અને વર્તમાન સંપત્તિઓ શામેલ છે. કથિત રીતે કાનૂની પ્રક્રિયા બેથી ત્રણ મહિનામાં પૂરી થઈ જશે. સમાચારો તો ત્યાં સુધી છે કે બંનેનુ કાઉન્સેલિંગ થઈ ચૂક્યુ છે. નાગા ચૈતન્ય ઘણી તેલુગુ ફિલ્મોમાં બિઝી છે અને તે લાલ સિંહ ચઢ્ઢામાં પણ જોવા મળવાના છે.

સામંથા-નાગા ચૈતન્યના લગ્નનુ બજેટ હતુ 10 કરોડ
તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા વર્ષ 2017માં 7 ઓક્ટોબરે લગ્નના બંધનમાં બંધાયા હતા. આ ગ્રાંડ વેડિંગ ગોવામાં થયા હતા અને દુનિયાભરમાં તેની ચર્ચા થઈ હતી. નાગાર્જૂન સાઉથના સૌથી મોટા પરિવારોમાં ગણાય છે. તેમણે પોતાના ઘરે વહુના સ્વાગત માટે પણ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. સામંથા અને નાગા ચૈતન્યના લગ્નનુ બજેટ લગભગ 10 કરોડ રૂપિયા હતુ. લગ્નમાં ડેકોરેશનથી લઈને સામંથા-નાગાની જોડી અને ઘરેણા પર કરોડ ખર્ચવામાં આવ્યા હતા. હવે ડિવૉર્સની એલિમનીની રકમ આખા લગ્નના બજેટથી પાંચ ગણી વધુ છે.

વેબસીરિઝ ફેમિલી મેન-2ના બોલ્ડ સીન
માહિતી મુજબ કથિત રીતે સામંથાના પતિ નાગા ચૈતન્ય અને સસરા નાગાર્જૂનને સામંથા દ્વારા સ્ક્રીન પર પોતાના કર્વ્ઝ બતાવવાની રીત પસંદ નથી. ઘણી વાર તેની સાસુ અમલાએ પણ તેને સમજાવી અને તેનુ મન બદલવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહી. વળી, વેબસીરિઝ ફેમિલી મેન-2માં સામંથાએ જે ડેરિંગ ભૂમિકા નિભાવી તેના માટે પ્રશંસા મળી પરંતુ તેના બોલ્ડ સીને અક્કિનેની પરિવારના સભ્યોને પરેશાન કર્યા અને આના કારણે આ સંબંધ હવે ડિવૉર્સ સુધી પહોંચી ગયો છે.












Click it and Unblock the Notifications
