સામંથાને યુઝરે કહ્યુ, 'મહિલાઓ પડવા માટે ઉડે છે', અભિનેત્રીએ જોરદાર જવાબ આપી કરી બોલતી બંધ

સાઉથની જાણીતી અભિનેત્રીએ હાલમાં વાયરલ પોસ્ટ પર ટ્રોલર્સને જોરદાર જવાબ આપી બોલતી બંધ કરી દીધી છે.

Samantha Ruth Prabhu On Trolls: સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તે અવારનવાર પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જો કે, ઘણી વાર તેને ટ્રોલર્સનો પણ સામનો કરવો પડે છે. હાલમાં સામંથા રુથ પ્રભુએ ટ્રોલર્સની બોલતી બંધ કરી દીધી. આવો જાણીએ આખરે શું હતો સમગ્ર મામલો.

સામંથાએ પોસ્ટ પર કર્યુ રિએક્ટ

સામંથાએ પોસ્ટ પર કર્યુ રિએક્ટ

સોમવારે એક યુઝરે ચેન્નઈના પ્રસિદ્ધ થિયેટર વેટ્રીના અમુક ફોટા શેર કર્યા. જેની દિવાલો પર લાગેલા પોસ્ટર્સમાં લીડ્સ જોવા મળી રહી છે. આ ફોટા શેર કરીને એક ફેને કેપ્શન પર લખ્યુ, 'ક્રોમપેટમાં વેટ્રી થિયેટર પાસે પસાર થતા, મારી બહેન અને મે અનુભવ્યુ કે આમાં મહિલા પ્રધાનવાળી બધી ફિલ્મોના બેનર હતા. તમિલ સિનેમા કેટલી લાંબી સફર કાપી ચૂક્યુ છે! 10 વર્ષ પહેલા આ કલ્પનીય હોત.'

'મહિલાઓ ઉપર ઉઠી રહી છે'

'મહિલાઓ ઉપર ઉઠી રહી છે'

આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યુ છે. આના પર તમામ મોટા સ્ટાર્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ પોસ્ટને રીટ્વીટ કરીને સામંથાએ કેપ્શનમાં લખ્યુ, 'મહિલાઓ ઉપર ઉઠી રહી છે!' અભિનેત્રીના આ ટ્વિટ પર યુઝર્સે તેને ટ્રોલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. એકે લખ્યુ, 'હા મહિલાઓ પડવા માટે ઉઠી રહી છે.' જો કે, આનો જવાબ આપવામાં અભિનેત્રીએ સ્હેજ પણ પાછી પાની ન કરી.

સામંથાએ ટ્રોલર્સને ઝાટક્યા

સામંથાએ ટ્રોલર્સને ઝાટક્યા

સામંથાએ આ યુઝરને જોરદાર જવાબ આપી દીધો. આ યુઝરને જવાબ આપતાં અભિનેત્રીએ લખ્યુ, 'પડ્યા પછી ઊઠવુ એ વધુ શાનદાર હોય છે, મારા મિત્ર.' સામંથાના આ જવાબ પર અન્ય યુઝર્સે તેને ટેકો આપ્યો અને ટ્રોલર્સની જોરદાર ઝાટકણી કાઢી.

સામંથાનુ વર્કફ્રંટ

સામંથાનુ વર્કફ્રંટ

સામંથા ટૂંક સમયમાં 'શાકુંતલમ' માં જોવા મળશે, જે 17 ફેબ્રુઆરી, 2023 ના રોજ થિયેટરોમાં આવશે. કાલિદાસના પ્રશંસિત સંસ્કૃત નાટક અભિજ્ઞાન શાકુંતલમ પર આધારિત, આ ફિલ્મ પુરસ્કાર વિજેતા દિગ્દર્શક ગુણશેખર (રુદ્રમાદેવી) દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા એક પ્રેમકથાની આસપાસ ફરે છે. તે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.

સામંથાને છે આ ગંભીર બિમારી

સામંથાને છે આ ગંભીર બિમારી

તમને જણાવી દઈએ કેથોડા દિવસો પહેલા સામંથાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ખુલાસો કર્યો હતો કે તે માયોસાઇટિસ નામની દુર્લભ ઓટો-ઇમ્યુન બિમારીથી પીડિત છે. અભિનેત્રી આ બીમારીની સારવાર માટે અમેરિકા પણ ગઈ હતી. પરંતુ થોડા દિવસો પછી તે ભારત પરત આવી અને ભારતમાં તેની સારવાર કરાવી. તેેણે પહેલા કરતા ઘણુ રિકવર કરી લીધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X