• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : યામી ગૌતમ, જેને દરેક યુવાન બનાવવા માંગે છે તેની સનમ રે

|
Google Oneindia Gujarati News

12 ફેબ્રુઆરી યામી ગૌતમ અને પુલકિત સમ્રાટની ફિલ્મ સનમ રે રિલિઝ થવાની. અને આ ફિલ્મ યામી માટે ખૂબ જ ખાસ છે કારણ કે યામી આમાં અલગ અલગ એજગ્રુપમાં દેખાવાની છે. વળી યામીના કેરિયર માટે પણ આ ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે વીકી ડોનર પછી યામી ગૌતમની તેવી કોઇ સુપર હિટ ફિલ્મ નથી આવી જે તેને સફળતા અપાવી શકે.

જો કે ટોટલ શ્યાપા, એક્શન જેક્શન, અને બદલાપુર જેવી ફિલ્મોમાં પોતાના રોલને લઇને યામીની વાહવાઇ થઇ છે પણ સફળતાનો સ્વાદ ચાખવો હજી પણ યામી માટે દૂરની વાત છે. યામી ગૌતમ હાલ તેની ફિલ્મ સનમ રે કરતા તેના લીડ સ્ટાર પુલકિત સમ્રાટ સાથેના અફેરને લઇને વધુ ચર્ચામાં રહી છે.

જો કે ફિલ્મના નિર્માતાએ તેને પ્બલિસિટી સ્ટંટથી વધુ નથી ગણાવ્યો. પણ યામી ગૌતમના ચાહકો આ વાતથી જરૂરથી ધક્કો લાગ્યો છે કે યામી જેવી સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ છોકરીને આવા પ્બલિસીટી સ્ટંટની શી જરૂર. ત્યારે યામીની ફિલ્મની રિલિઝ પહેલા યામી ગૌતમની કેટલીક તેવી તસવીરો અમે તમને બતાવવાના છીએ જેનો જોઇને તમે ફરી યામી ગૌતમના પ્રેમમાં પડી જાવ તો નવાઇ નહીં....

ગેજેટ ક્વીન

ગેજેટ ક્વીન

યામી ગૌતમે હાલમાં જ Exhibit નામના ગેજેટ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં યામીની મારકણી અદાઓ ભલભલાને તેના દિવાના કરવા માટે કાફી હતી.

સ્માઇલ ક્વીન

સ્માઇલ ક્વીન

જો માધુરી દિક્ષત પછી બોલીવૂડની કોઇ હિરોઇન હોય કે જેનું હાસ્ય એક દમ મનમોહક હોય તો તે છે યામી ગૌતમ.

બ્યૂટી વીથ બ્રેન

બ્યૂટી વીથ બ્રેન

યામી ગૌતમ હાલ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે. અને તેને આઇએએસ માટે પણ તૈયારી કરી હતી પણ પાછળથી એક્ટિંગના કીડાએ તેનું આ ભૂત ઉતારી દીધુ

ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે યામી

ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે યામી

યામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.

ફિલ્મ પહેલા સિરીયલોમાં ભાભી હતી યામી

ફિલ્મ પહેલા સિરીયલોમાં ભાભી હતી યામી

જો કે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ હોવા છતા યામીની બોલીવૂડમાં સીધી એન્ટ્રી નથી થઇ. તેણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરીયલોથી કરી છે.

ટીવી સીરિયલો અને યામી

ટીવી સીરિયલો અને યામી

યામીએ ચાંદ કે પાર ચલો (2008), યે પ્યાર ના હોગા કમ જેવી સીરિયલોમાં લીડ રોલ કરી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

ફેર એન્ડ લવલી બની ઓળખ

ફેર એન્ડ લવલી બની ઓળખ

પણ તેમ છતાં યામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.

વીકી ડોનર

વીકી ડોનર

જો કે હિન્દી ફિલ્મોમાં તેને મોટા બ્રેક મળ્યો વીકી ડોનરથી. તે પછી પણ યામીની બે ત્રણ ફિલ્મો આવી પણ બદલાપુરના એક નાનકડા રોલ સિવાય તેની ખાસ નોંધ કોઇ પણ ફિલ્મથી ના લેવાઇ

સનમ રે

સનમ રે

ત્યારે હાલમાં યામીની મચઅવેટેડ ફિલ્મ સનમ રે આવી રહી છે જે એક રોમાન્ટિક લવસ્ટોરી છે. અને યામી સાથે જ યામીના ચાહનારા એ જ ઇચ્છી રહ્યા છે કે આ ફિલ્મ યામીને કંઇક સફળતા અપાવે

ફિલ્મની સફળતા માટે યામી કર્યું આ

ફિલ્મની સફળતા માટે યામી કર્યું આ

સનમ રે ફિલ્મના લીડ રોલ પુલકિત સમ્રાટના લગ્ન બ્રેક કરાવાનો આરોપ પણ યામી પર લાગી ચૂક્યો છે. અને યામીએ પણ તેવી ટિપ્પણી કરી હતી કે જેનાથી આ વાતો સાચી હોય તેવું લાગવા લાગ્યું હતું. પણ પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી કે આ એક પ્બલિસીટી સ્ટંટ હતો.

સ્માર્ટ ગર્લ

સ્માર્ટ ગર્લ

જો કે બોલીવૂડ આખું યામીની સ્માર્ટનેસ અને તેના સેન્સ ઓફ હ્યુમરનું કાયલ છે. અને ફિલ્મ હસ્તીઓના મોઢેથી યામીના આ વખાણ સાંભળ્યા છે કે તે છે બ્યૂટી વીથ બ્રેઇન.

બ્યૂટીફૂલ યામી

બ્યૂટીફૂલ યામી

જો કે યામીની સુંદરતાની એક ખાસ વાત તે છે કે ભલે તે ગમે તેવા કપડા પહેરે તેની સેક્સી કે હોટ કહેવાનું મન જ નથી થતું. તેની સુંદરતા એટલી સરસ છે કે તેના તેવા અવતારને જોઇને પણ મોઢામાંથી ખાલી એક જ શબ્દ નીકળે છે બ્યૂટીફૂલ!

સનમ રે

સનમ રે

ત્યારે 12 ફેબ્રુઆરીએ પુલકિત સમ્રાટ અને યામી ગૌતમની રોમાન્ટિક ફિલ્મ સનમ રે રિલિઝ થવાની છે ત્યારે આશા તો એ જ કે યામી જેવી સુંદર અને ટેલેન્ટેડ છોકરીને આ ફિલ્મ તેની સફળતા અપાવે.

English summary
Sanam Re Actress Yami Gautam Latest Photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X