Box Office Report: શુક્રવારે ફિતૂર કરતા આગળ નીકળી સનમ રે

14મી ફેબ્રુઆરીને ધ્યાનમાં રાખીને ગત શુક્રવારે બે લવ સ્ટોરી રિલિઝ થઇ એક હતી ફિતૂર અને બીજી સન રે. ફિતૂરમાં જ્યાં બોલીવૂડના જાણીતા અને ટેલેન્ટેડ કલાકરો હતા ત્યાં જ સનમ રેમાં બોલીવૂડના ઉભરતા સિતારા હતા. પણ નવાઇની વાત તે હતી કે ઓપનિંગ ડેએ ફિતૂર કરતા સનમ રે હાઉસફૂલ હતી.

એટલું જ નહીં સનમ રે ઓપનિંગ ડેના દિવસે 5.4 રૂપિયા કમાયા તો ફિતૂર ખાલી 3.61 કરોડની કમાણી કરી શકી. જો કે તેમ છતાં જાણકારો માને છે કે ફિતૂર શનિ રવિવારે વર્ડ ઓફ માઉથના કારણે વધુ કમાણી કરી શકે છે. જો કે ભલે સનમ રે એ ફિતૂર કરતા સારી ઓપનિંગ કરી હોય પણ આ બન્ને ફિલ્મોની ઓપનિંગને બોક્સ ઓફિસ રિપોર્ટની દ્રષ્ટિએ જોવા જઇએ તો બન્ને ફિલ્મોની ઓપનિંગ નબળી છે.

ફિતૂર 3.61 કરોડ

ફિતૂર 3.61 કરોડ

ફિતૂરએ તેના ઓપનિંગ ડે એટલે કે શુક્રવારે માત્ર 3.61 કરોડની કમાણી કરી. તેના કરતા તો એક મેં હૂ ઔર એક તૂમ ફિલ્મે તેના ઓપનિંગ ડેના દિવસે વધુ કમાયા હતા. એટલે કે 4. 75 કરોડની કમાણી કરી હતી.

સનમ રે

સનમ રે

તો બીજી તરફ સનમ રે ભલે 5.4 કરોડની કમાણી કરી હોય શુક્રવારે પણ આટલી કમાણી તો એબીસીડી 2 પણ કરી હતી.

બન્નેની હાલત ટાય ટાય ફિસ

બન્નેની હાલત ટાય ટાય ફિસ

શુક્રવારે જ આ બન્ને ફિલ્મોના રિલિઝ બાદ અનેક થિયેટરમાં સીટો ખાલી જોવા મળી હતી. અને લવસ્ટોરી હોવા છતાં અને 14મી ફ્રેબ્રુઆરી આવતી હોવા છતાં તેની આવી ઓપનિંગ નબળી જરૂરથી કહેવાય.

વીકએન્ડ પર નજર

વીકએન્ડ પર નજર

ત્યારે હવે આ બન્ને ફિલ્મો આવનારા દિવસોમાં કેટલી સફળતા મેળવે છે તે વાતનો પૂરો આધાર વીકએન્ડ પર રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે વીકએન્ડ પર ફિતૂર સારી કમાણી કરી શકે છે.

ડેડપૂલે બાજી મારી

ડેડપૂલે બાજી મારી

જો કે જાણકારો આ બન્ને ફિલ્મોની નબળી ઓપનિંગ માટે ક્યાં ક્યાં હોલીવૂડ એક્શન ફિલ્મ ડેડપૂલને પણ જવાબદાર માને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X