પૅરોલ રજાઓ પૂરી, જેલમાં પસાર થશે સંજૂની દિવાળી

sanjay

મુંબઈ, 30 ઑક્ટોબર : આખરે સંજય દત્તની રજાઓ ખતમ થઈ અને તેઓ પાછા યરવડા જેલ પહોંચી ગયાં છે. સંજયની પૅરોલ રજાઓ મંગળવારે પૂરી થઈ અને તેઓ બે અઠવાડિયાની રજા બાદ બુધવારે જેલભેગા થઈ ગયાં. સંજય દત્તની દિવાળી જેલમાં પસાર થશે. સંજય દત્તને એક અજ્ઞાત બીમારના પગલે ગત 1લી ઑક્ટોબરના રોજ 14 દિવસની રજા મળી હતી કે જેને પછીથી સંજયે 29મી ઑક્ટોબર સુધી લંબાવી હતી અને આ તારીખ પણ આવીને વીતી ગઈ.

બુધવાર સવારે સંજય દત્ત મુંબઈથી યરવડા જવા માટે રવાના થયાં. સંજયે મીડિયાને જણાવ્યું કે તેમના પગમાં હજીય બહુ દુઃખાવો છે. તેમણે ડૉક્ટરોને પોતાના બ્લડ સૅમ્પલ આપી દીધાં છે, પરંતુ કાનૂની પ્રક્રિયા પાળતા તેમને જેલ તો પરત ફરવું જ પડશે. તેથી હું જેલમાં જઈ રહ્યો છું. સંજયે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો, કારણ કે મીડિયાએ પૅરોલ રજા દરમિયાન તેમની પ્રાઇવેસીનું સન્માન કર્યું કે જેના માટે તેઓએ આગ્રહ કર્યો હતો.

દરમિયાન થોડાક દિવસ સમાચાર એવા આવ્યા હતાં કે કરવા ચોથની પૂજા માન્યતાએ ખૂબ જ શ્રદ્ધા સાથે કરી હતી. ગૃહ મંત્રાલય સંજયની માફી અને સજા ઓછી કરવા અંગે જસ્ટિસ કાટજૂના પત્ર ઉપર વિચાર કરી રહ્યો છે, પણ એ તમામ વાતો અટકળો જ સાબિત થઈ અને સંજય દત્ત જેલ પહોંચી ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X