આંસુઓ અને દુઆઓના તબક્કામાંથી પસાર થતાં સંજય
મુંબઈ, 12 એપ્રિલ : સંજય દત્ત હાલ આંસુઓ અને દુઆઓ-પ્રાર્થનાઓના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આત્મસમર્પણ કરવાની મુદ્દત જેમ-જેમ નજીક આવતી જાય છે, તેઓ એક બાજુ પોતાનું શૂટિંગ પૂર્ણ કરી રહ્યાં છે, તો બીજી બાજુ વિવિધ ધાર્મિક સ્થળે જઈ ઈશ્વર-અલ્લાહ સમક્ષ પ્રાર્થના પણ કરી રહ્યાં છે.

સંજય દત્તે તાજેતરમાં જ રાજસ્થાનના નીમચ ખાતે આવેલ શાહબુદ્દીન સરકારની દરગાહે ચાદર ચડાવી અને પોતાની મુક્તિ માટે અલ્લાહ પાસે દુઆ માંગી. તેઓ પોતાના પ્રાઇવેટ પ્લેન દ્વારા મુંબઈથી ઉદયપુર પહોંચ્યાં. સંજય દત્ત પોતાના એક ફૅન અલ્તાફભાઈ સાથે નીમચ આવ્યા હતાં. દરગાહે 10 મિનિટ વિતાવ્યા બાદ સંજય દત્ત પરત ફરી ગયાં.
દરમિયાન સંજય દત્ત પોલીસગિરીના સેટ ઉપર રડી પડ્યાં. ફિલ્મના એક સીનમાં સંજયે ભગવાન ગણેશજીની આરતી ઉતારવાની હતી. આ દૃશ્ય ફિલ્માવતા વખતે સંજય સાચે જ રડી પડ્યાં. તેમની આંખો ભીની થતાં સેટ ઉપર હાજર દરેક શખ્સ રડવા લાગ્યો. કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ પોતાને રડતાં રોકી ન શક્યાં. ગણેશે કહ્યું કે છેલ્લા 25 વરસથી તેઓ સંજય દત્ત સાથે જોડાયેલાં છે. ભગવાન સંજૂને આ દર્દ સહેવાની શક્તિ અર્પે.












Click it and Unblock the Notifications
