સંજય દત્તની પુત્રીનો આ બોલ્ડ અવતાર, જોતા જ રહી જશો!

Written By:
Subscribe to Oneindia News

સંજય દત્ત પોતાના સમયમાં સૌથી હેન્ડસમ એક્ટર્સમાંના એક હતા અને તેમના ફેન્સ માટે આજે પણ સંજય દત્તનો કોઇ વિકલ્પ નથી. સંજય દત્તનો ચાર્મ આજે પણ યથાવત છે. આજકાલ તેઓ પોતાની દત્ત બાયોપિકને કારણે ખાસ ચર્ચામાં છે, જેમાં સંજય દત્તનો રોલ રણબીર કપૂર ભજવી રહ્યાં છે. સંજય દત્તની લાઇફ ઘણા ઉતાર-ચઢાવવાળી રહી છે અને આથી જ આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. બોલિવૂડમાં સંજય દત્તની બોલબાલા છે તો સોશ્યલ મીડિયા પર આજ-કાલ તેમની સૌથી મોટી પુત્રી ત્રિશલા દત્તની બોલબાલા છે.

બોલિવૂડથી દૂર ત્રિશલા

બોલિવૂડથી દૂર ત્રિશલા

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્ત પોતાના સ્ટાયલિશ અને બોલ્ડ અવતારને કારણે ઘણી વાર ચર્ચાનું કેન્દ્ર બને છે. તે આમ તો બોલિવૂડના કલ્ચર અને પાર્ટીથી દૂર રહે છે. જો કે, સોશ્યલ મીડિયા એવી જગ્યા છે, જ્યાંથી કોઇ બચી શકતું નથી. સોશ્યલ મીડિયા પર ત્રિશલાની કેટલીક સુંદર અને હોટ તસવીરો હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.

ન્યૂયોર્કમાં રહે છે ત્રિશલા

ન્યૂયોર્કમાં રહે છે ત્રિશલા

ત્રિશલા દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી. ત્રિશલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માની પુત્રી છે અને ન્યૂયોર્કમાં પોતાના નાના-નાની સાથે રહે છે. ત્રિશલા પોતાના પિતાની ખૂબ નજીક છે. તે સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે.

સ્ટાયલિશ સ્ટારકિડ

સ્ટાયલિશ સ્ટારકિડ

ત્રિશલા દત્ત બોલિવૂડમાં ડેબ્યૂ કરે એવી તો હાલ કોઇ શક્યતા નથી. પરંતુ જો તે ડેબ્યૂ કરવાનું વિચારે તો ચોક્કસ સુપરહિટ પુરવાર થાય. ત્રિશલા દત્ત ખૂબ સુંદર અને સ્ટાયલિશ છે. દરેક સ્ટારકિડની માફક ગજબની ફેશન સેન્સ ધરાવે છે.

માન્યતા સાથે સારી મિત્રતા

માન્યતા સાથે સારી મિત્રતા

પોતાના પિતા ઉપરાંત ત્રિશલા તેની બીજી માતા માન્યતા દત્ત સાથે પણ સારી મિત્રતા ધરાવે છે. માન્યતા અને ત્રિશલા વચ્ચેના ઇક્વેશન ફ્રેન્ડલી છે. સંજય દત્તે આ વર્ષે પોતાની પત્ની માન્યતા અને ત્રણેય બાળકો સાથે ન્યૂયરની ઉજવણી કરી હતી અને તેની તસવીર ત્રિશલાએ જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

સંજય ત્રિશલાને બોલિવૂડથી દૂર રાખે છે

સંજય ત્રિશલાને બોલિવૂડથી દૂર રાખે છે

ત્રિશલા દત્તે છેલ્લા થોડા સમયમાં વર્કઆઉટ અને એક્સરસાઇઝ કરી પોતાનું વજન ખાસું ઘટાડ્યું છે અને એ પછી તે ખૂબ સુંદર અને હોટ દેખાય છે. જો કે, સંજય દત્તની બિલકુલ ઇચ્છા નથી ત્રિશલા બોલિવૂડમાં એન્ટ્રી કરે. તેઓ ત્રિશલાને બોલિવૂડથી દૂર રાખવા માંગે છે.

સંજય દત્તે આગળ ધર્યું આ કારણ

સંજય દત્તે આગળ ધર્યું આ કારણ

સંજય દત્ત ઇચ્છે છે કે, ત્રિશલા જે ભણી છે એ જ ફીલ્ડમાં આગળ વધે અને મનગમતું કામ કરે. તેમણે આ માટે કારણ આગળ ધરતાં કહ્યું હતું કે, ત્રિશલા અમેરિકન એક્સેન્ટમાં બોલે છે, કારણ કે એ ત્યાં જ ઉછરી છે. આ કારણે ઇન્ડિયન ઓડિયન્સ તેને એક્સેપ્ટ નહીં કરી શકે. ત્રિશલાએ ન્યૂયોર્કના જોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસથી લોમાં ગ્રેજ્યૂએશન કર્યું છે.

English summary
Sanjay Dutt's daughter Trishala latest hot pic from her Instagram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.