14 દિવસના પેરોલ પર છૂટ્યો સંજય દત્ત
મુંબઇ, 1 ઓક્ટોબરઃ 1993ના મુંબઇ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં 42 મહિનાની સજા કાપી રહેલા બૉલીવુડ અભિનેતા સંજય દત્તને 14 દિવસના પેરોલ મળી ગયા છે. સંજય દત્ત મંગળવારે સવારે અંદાજે 11.30 વાગ્યે યરવડા જેલથી ઘરે જવા રવાના થયો છે.
સંજય દત્તે અજ્ઞાત બીમારીની સારવાર અર્થે થોડા દિવસ પહેલા પરોલ પર છૂટવાની અરજી કરી હતી. યરવાડા જેલના સુપરિટેંડેન્ટ યોગેશ દેસાઇએ ડિવિઝનલ કમિશનર સમક્ષ સંજય દત્તની અરજી મોકલાવી હતી, જેને મંજૂર કરી લેવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
