Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Star Effect : સંજયની જેલમાંથી ફિલ્મી સ્ટાઇલમાં ‘ઘર વાપસી’

sanjay-dutt
મુંબઈ, 9 જાન્યુઆરી : રાજકારણમાં આજ કાલ ઘર વાપસી નામનો મુદ્દો ખૂબ જગ્યો છે, પરંતુ બૉલીવુડ અભિનેતા સંજય દત્ત માટે તો જાણે ઘર વાપસી રમતનું કામ બની ગયું છે. 14 દિવસની ફર્લો રજા પૂરી થતા તેઓ ગઈકાલે જેલમાં ગયાં અને આપણે આ ક્રિયાને ઘર વાપસી તરીકે કહી, પરંતુ થોડાક જ કલાકોમાં સંજયને સાચે જ ઘર વાપસી મળી ગઈ. એકદમ ફિલ્મી સ્ટાઇલમાં.

sanjay-dutt-5
કહાની પૂરી ફિલ્મી હૈ... હીરો ઘરેથી નિકળે છે ત્યાં જવા માટે કે જ્યાં દુઃખ છે, દર્દ છે. ઘરના તમામ સભ્યો ઉદાસ છે. હીરો સૌને ભેંટે છે અને નિકળી પડે છે ફરીથી અંધારી કોઠરી તરફ. પછી ટ્રિન ટ્રિન... એક ફોન અને હીરોની ગાડી એકદમ રોહિત શેટ્ટીની ફિલ્મોની જેમ યૂ ટર્ન લે છે, બૅકગ્રાઉંડમાં એક ગીત અને ફિલ્મનું હૅપ્પી એન્ડિંગ.

sanjay-dutt-4
કંઇક એવુ જ થયું 8મી જાન્યુઆરીની સાંજે. બસ ફરક એટલો છે કે અહીં હીરો સાચે જ હીરો છે અને તેના માટે બધુ માફ છે. ગેરકાનૂની હથિયાર રાખવા અને તેના માટે દરેક રાહત છે જેલની સજા કાપતા પાર્ટી કરવા માટે બહાર આવવું પણ.

sanjay-dutt-3
અરે વાત થઈ રહી છે આપણા મુન્નાભાઈ સંજય દત્તની. તેમના અંગે આજ સુધી સમજાયુ નથી કે તેમને જેલમાંથી રજા ઘરે જવા માટે મળે છે કે ઘરેથી રજા લઈને જેલ જાય છે તેઓ.

sanjay-dutt-1
ફર્લો રજા હેઠળ 14 દિવસનો ગાળો પૂરો થતા જ બૉલીવુડ અભિનેતા સંજય દત્ત ગઈકાલે પુણેની યરવડા જેલ જવા માટે રવાના થયાં, પણ જેલ પહોંચતા પહેલા જ તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી રાહતના સમાચાર મળ્યાં અને તેઓ કલાકોમાં જ ઘરે પરત આવી ગયાં. મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી રામ શિંદેએ સંજયની રજાની અવધિ વધારવાની અપીલ પર નિર્ણય આવવા સુધી તેમને જેલમાંથી બહાર રહેવાની મંજૂરી આપી દીધી.

sanjay-dutt
મેડિકલ ગ્રાઉંડ પર પોતાની રજાની અવધિ વધારવાની સંજય દત્તે અપીલ કરી હતી અને જેલ વહિવટી તંત્રે મુંબઈ પોલીસ કમિશ્નર પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો હતો. આ રિપોર્ટ હજી જેલ વહિવટી તંત્ર પાસે પહોંચી નથી શક્યો. તેથી સરકારના જણાવ્યા મુજબ રિપોર્ટ આવતા અને તેની પર કોઈ નિર્ણય થવા સુધી સંજય સામે કોઈ કાર્યવાહી ન કરી શકાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X