ઝંજીર, પીકે અને પોલીસગિરી કરી જેલ જશે સંજય દત્ત
મુંબઈ, 25 માર્ચ : સંજય દત્ત જેલ જતા અગાઉ ત્રણ ફિલ્મો ઝંઝીર, પોલીસગિરી તથા પીકે પૂર્ણ કરી લેશે. તેમાં પણ ઝંજીરનું શૂટિંગ ત્રણ દિવસમાં, પીકેનું શૂટિંગ 7 દિવસ તથા પોલીસગિરીનું શૂટિંગ 17 દિવસમાં પૂર્ણ કરી લેવાશે.

સંજય દત્તે પોતાના બંગલે મળવા આવતા ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોને ખાત્રી આપી છે કે તેઓ ટુંકમાં જ અધૂરી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરશે. સંજય દત્તના એક મિત્રે જણાવ્યું - હા, સંજૂ જેલ જતા અગાઉ ત્રણ ફિલ્મોનું શૂટિંગ પતાવી લેશે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સંજય દત્તને પાંચ વરસની જેલની સજા ફરમાવી છે અને તેમને ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ કર્યો છે. જોકે સંજય 18 માસ જેલમાં ગાળી ચુક્યાં છે. તેથી તેમને સાડા ત્રણ વરસ જ જેલમાં રહેવું પડશે.
સંજય દત્તની આઠ ફિલ્મો હાલ પાઇપલાઇનમાં છે. જેમાંથી તેઓ પીકે, પોલીસગિરી અને ઝંજીરનું શૂટિંગ પતાવ્યા બાદ જ જેલ જવાના છે. બાકીની ફિલ્મોનો ભાવિ અદ્ધરતાલ લાગે છે.












Click it and Unblock the Notifications
