જેલમાં પેપર ફાઇલ્સ બનાવશે સંજય દત્ત

મુંબઈ, 27 મે : બૉલીવુડ અભિનેતા સંજય દત્તને આખરે જેલમાં કામ મળી ગયું છે. 1993ના મુંબઈ બૉમ્બ ધડાકા પ્રકરણમાં આર્મ્સ એક્ટ હેઠળ સજા ભોગવતાં સંજય દત્ત યરવડા જેલમાં કેદ છે અને ત્યાં તેઓ આગામી 42 માસ સુધી પેપર ફાઇલ્સ બનાવશે અને સાથે જ પેપર બાઇંડિંગનું પણ કામ કરશે. સંજય દત્તને જેલમાં 42 માસની સજા કાપવી છે.

sanjaydutt

જેલ ઑથોરિટીએ આ અંગેનો નિર્ણય એટલા માટે કર્યો છે, કારણ કે સલામતીના કારણોસર તેઓ નહોતાં ઇચ્છતા કે સંજય બીજા કેદીઓ સાથે સમ્પર્કમાં આવે. સંજય દત્ત આ કાર્ય મહત્તમ સિક્યુરિટી એનક્લોઝર 3માં કરશે. સંજય દત્તને બૅરક નંબર 3માં રખાયાં છે.

નોંધનીય છે કે સંજય દત્ત 2007માં બે વાર યરવડા જેલમાં કેદ રહી ચુક્યાં છે. દત્તની કોઠરી બૅરેક નંબર ત્રણમાં છે અને તેમના મિત્ર તથા સહ-ગુનેગાર યુસુફ નલવાલાને પણ આ જ બૅરેકમાં એક અન્ય કોઠરીમાં રખાયો છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદા બાદ સંજય દત્તે ગત 16મી મેના રોડ સરેન્ડર કર્યુ હતું. તેઓ આર્મ્સ એક્ટ હેઠળ અગાઉ સજા ભોગવી ચુક્યાં છે અને હવે 42 માસની સજા ભોગવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X