આ સ્ટારવાઇફને જોઇને માની નહીં શકો કે, તે 2 બાળકોની માતા છે!

Written By:
Subscribe to Oneindia News

એક્ટર સંજય દત્ત હાલ પોતાના ફેમિલી સાથે હોલિડે પર છે અને સંજય દત્તનો આ હોલિડે હાલ ટોક ઓફ ધ ટાઉન છે. આ પાછળનું કારણ છે, સંજય દત્તની પત્ની માન્યતા દત્ત. માન્યતા દત્તે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ હોલિડેની અનેક તસવીરો પોસ્ટ કરી છે અને આ તસવીરો જોઇને કોઇ કહી ન શકે કે, માન્યતા બે બાળકોની માતા છે.

રેડ બિકિની

રેડ બિકિની

માન્યતા દત્તનો આ રેડ બિકિનીવાળો ફોટો સૌથી વધુ વાયરલ થઇ રહ્યો છે. આ તસવીરમાં માન્યતા અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. બોલિવૂડના સુપરસ્ટાર્સની વાઇફ તો ઠીક, પરંતુ અહીં તો તે કોઇ બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી શકે એમ છે.

ફ્રાન્સમાં વેકેશન

ફ્રાન્સમાં વેકેશન

માન્યતાએ અન્ય એક ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે, Water...always makes me feel so alive! માન્યતા અને સંજય દત્ત હાલ પોતાના બંન્ને બાળકો સાથે ફ્રાન્સમાં વેકેશન એન્જોય કરી રહ્યાં છે. માનવું પડે, સંજય દત્તના ફેમિલી હોલિડે આલ્બમમાં માન્યતા દત્ત પરથી નજર ખસેડવી મુશ્કેલ છે.

દત્ત બાયોપિક

દત્ત બાયોપિક

સંજય દત્ત અને માન્યતા અવારનવાર એક્ઝોટિક સ્થળોએ રજા માણતા નજરે પડે છે. સંજય દત્ત પોતાની હેપનિંગ લાઇફ માટે જાણીતા છે અને જલ્દી જ તેમની લાઇફ સ્ટોરી મોટા પડદે જોવા મળનાર છે. સંજય દત્તના જીવન પર બની રહેલ બાયોપિકમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ દિયા મિર્ઝા, સોનમ કપૂર, મનિષા કોયરાલા અને અનુષ્કા શર્મા જેવી એક્ટ્રેસિસ પણ ફિલ્મમાં જોવા મળશે.

સંજય અને માન્યતા

સંજય અને માન્યતા

સંજય દત્ત અને માન્યતાએ 7 ફેબ્રૂઆરી, 2008ના રોજ ગોવામાં એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. બે વર્ષ બાદ માન્યતાએ ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો. સંજય દત્તના માન્યતા સાથે આ ત્રીજા લગ્ન છે.

માન્યતા દત્ત

માન્યતા દત્ત

માન્યતાનો જન્મ મુંબઇમાં એક મુસ્લિમ પરિવારમાં અને ઉછેર દુબઇમાં થયો હતો. માન્યતાએ બોલિવૂડમાં આવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા ખાનના નામથી જાણીતી હતી. તે પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ'માં એક આઇટમ સોંગમાં જોવા મળી હતી. ત્યાર બાદ પ્રકાશ ઝા દ્વારા જ તેને માન્યતા નામ આપવામાં આવ્યું હતું.

કઇ રીતે મળ્યા સંજય અને માન્યતા?

કઇ રીતે મળ્યા સંજય અને માન્યતા?

આ પહેલાં તે કેટલીક સી ગ્રેટ અને બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. માન્યતાની આવી જ ફિલ્મના રાઇટ્સ સંજય દત્તે ખરીદ્યાં હતા. આ અંગે જ બંન્નેની મુલાકાત થઇ અને આખરે માન્યતાએ પોતાનું એક્ટિંગનું સપનું છોડી સંજય દત્તની વાઇફ બનવાનું વધુ પસંદ કર્યું.

સંજય દત્ત પ્રોડક્શન્સની સીઇઓ

સંજય દત્ત પ્રોડક્શન્સની સીઇઓ

માન્યતા નાની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થઇ ગયું હતું, ત્યાર બાદ પરિવારની સંપૂર્ણ જવાબદારી એની પર આવી પડી હતી. હાલ માન્યતા સંજય દત્ત સાથે સુખી લગ્નજીવન ગાળી રહી છે અને તે સંજય દત્ત પ્રોડક્શન્સની સીઇઓ પણ છે.

રોયલ ગિફ્ટ

રોયલ ગિફ્ટ

સંજય દત્તે માન્યતાને ટ્વીન્સ બાળકોના જન્મ બાદ એક રોલ્સ રોયસ કાર ભેટ આપી હતી. સંજય દત્તની માન્યતા માટેની આ મોંઘીદાટ ભેટ જોઇને મીડિયા અને બોલિવૂડમાં અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા અને ત્યારે તેમના વિશેની આનેક વાતો ફરતી થઇ હતી.

English summary
Have you seen it yet? Sanjay Dutts wife, Maanayata Dutt spotted in a bikini as she holidays in France with her family.
Please Wait while comments are loading...