ઉરી બાદ પુલવામા બદલા પર બનશે ફિલ્મ- સંજય લીલા ભણસાલીની એન્ટ્રી
ઉરી બાદ પુલવામા બદલા પર બનશે ફિલ્મ- સંજય ભણસાલીની એન્ટ્રી
ઉરી ધી સર્જિકલ સ્ટ્રાઈકે રિલીઝની સાથે જ ધમાકો કરી દીધો હતો અને આજે પણ લોકો ફિલ્મને જોવા માટે થિયેટરમાં જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પુલવામામાં શહીદ થયેલ 40 સીઆરપીએફના જવાનોને લઈ એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ ફિલ્મને લઈ મોટા અહેવાલ એ છે કે ફિલ્મમાં વિકી કૌશલ નહિ હોય અને ન તો આ ફિલ્મને ઉરીના ડિરેક્ટર નીરજ ધર નિર્દેશિત કરશે. જાણકારી મુજબ આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરશે જેમણે કેદારનાથ બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે સંજય લીલા ભણસાલી અને ભૂષણ કુમાર ઉપરાંત મહાવીર જૈન પણ ફિલ્મને પ્રોડ્યુસ કરશે, જેમણે પાછલા દિવસોમાં ફિલ્મવાળાઓને પીએમ મોદી સાથે મળાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

હવે બનશે ફિલ્મ
ફિલ્મને લઈ તૈયારી શરૂ થઈ ગઈ છે અને આ વર્ષે આ ફિલ્મ ફ્લોર પર આવી જશે. જણાવી દઈએ કે ફિલ્મમાં એક ખાસ રોલ અને એક મહત્વનો ભાવ અભિનંદનનો રહેશે જેના માટે તૈયારી કરવામાં આવી રહી છે. અભિનંદન દુશ્મન પ્લેનનો પીછો કરતાં પાકિસ્તાનમાં ઘુસી ગયા હતા. આ ફિલ્મને લઈ હજુ સુધી નામ તો ફાઈનલ નથી થયું પરંતુ તેનું નામ પુલવામા ધી સર્જિકલ સ્ટ્રાઈક 2 અથવા અભિનંદનમાંથી કંઈક હોય શકે છે.

શાનદાર ફિલ્મ
આર્મીના ઈતિહાસને ગૌરવમયી કરતી આ ફિલ્મને લોકોએ બહુ પસંદ કરી હતી.

ઉરીમાં હુમલા બાદ ફિલ્મ
આતંકીઓએ ઉરીમાં હુમલો કર્યો હતો અને પછી ભારતીય સેનાએ ઘૂસીને પાકિસ્તાનના આતંકીઓને માર્યા હતા તેના પર આધારિત ફિલ્મ છે.

વિકી કૌશલની કમાલ
ફિલ્મમાં વિકી કૌશલે ધમાકેદાર અભિનય કર્યો છે. લોકોની જીભ પર તેનું નામ ચઢી ગયું છે.

બ્લૉકબસ્ટર
આ ફિલ્મે 100 કરોડથી વધુની કમાણી કરી છે અને આ ફિલ્મ બ્લૉકબસ્ટર રહી.

હાઉઝ ધી જોશ
ફિલ્મનો આ ખાસ ડાયલોગ આજે પણ લોકોની જીભ પર છે.

કપાયું પત્તું
સર્જિકલ સ્ટ્રાઈક 2માં વિકી કૌશલ જોવા નહિ મળે. લીડ રોલમાં કોણ હશે તે તો સમય જ જણાવશે.












Click it and Unblock the Notifications
