For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાજીરાવ મસ્તાનીનું છે ગુજ્જુ કનેક્શન, જાણો કોણ છે સચિન રાવલ

|
Google Oneindia Gujarati News

સંજય લીલા ભણસાળીની ફિલ્મ બાજીરાવ મસ્તાની રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મ જ્યાં એક બાજુ વહાવાઇ લૂટી રહી છે ત્યાં જ આ ફિલ્મ સાથે સંકળાયું છે એક ગુજ્જુ કનેક્શન. ગુજરાતના અને મૂળ પાલનપુરના વતની તેવા સચિન રાવલે આ ફિલ્મમાં બાજીરાવના નાનપણના મિત્ર, તુકોજીનું મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું છે.

ત્યારે બાજીરાવ મસ્તાનીના આ એક્ટર સચિન રાવલ જોડે થયેલી અમારી ખાસ વાતચીતમાં અમે આ ફિલ્મ વિષેનો તેમનો અનુભવ અને આ ફિલ્મ સાથે તે કેવી રીતે જોડાયા તે વિષે જાણાવ્યું હતું. જેમાં તેમને આ ફિલ્મ, રણવીર અને દિપીકાની કેટલીક રસપ્રદ વાતો પણ જણાવી હતી. ત્યારે તેમના આ ફિલ્મના અનુભવ વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

જ્યારે ફોન આવ્યો કે તમે બાજીરાવ મસ્તાનીમાં સિલેક્ટ થયા છો ત્યારે!

જ્યારે ફોન આવ્યો કે તમે બાજીરાવ મસ્તાનીમાં સિલેક્ટ થયા છો ત્યારે!

સચિને જણાવ્યું કે તેમને પહેલેથી એક્ટિંગનો શોખ હતો. અને તે માટે તે પાલનપુરથી મુંબઇ આવ્યા હતા. જ્યાં તે લાંબા સમયથી સંધર્ષ કરી રહ્યા હતા. જ્યારે તેમણે આ ફિલ્મનું ઓડિસન આપ્યું ત્યારે તેમને પણ ખબર નહતી કે તે બાજીરાવ મસ્તાની ફિલ્મ માટે ઓડિશન કરી રહ્યા છે. પણ 2 મહિના બાદ જ્યારે તેમને ફોન આવ્યો ત્યારે તેમની ખુશીનો પાર ના રહ્યો.

તુકોજીનું પાત્ર

તુકોજીનું પાત્ર

ફિલ્મ બાજીરાવ મસ્તાની સચિન રાવલે તુકોજીનું પાત્ર ભજવ્યું છે. જે બાજીરાવ પેશવાના નાનપણના મિત્ર અને શૂરવીર સેનાપતિ હતી.

ફિલ્મમાં રોલ

ફિલ્મમાં રોલ

ફિલ્મમાં સચિન પહેલીવાર બુંદેલખંડથી સંદેશો આવ્યો છે તે વાતની જાણ બાજીરાવને કરે છે.જે બાદ પહેલી વાર ફિલ્મમાં દિપીકા અને રણવીર એકબીજાને મળે છે.

રણવીર સાથે મજાક

રણવીર સાથે મજાક

તો અન્ય એક સીનમાં પણ તે જ્યારે રણવીર તેમના દરબારની પોતાની ઉપલબ્ધીઓ ગણાવતા હોય છે ત્યારે મજાક કરતા કહે છે કે તમારી છઠ્ઠી ઉપલબ્ધિ તે છે કે તમને મસ્તાની જેવી મસ્ત નાચવાવાળી બાઇ મળી! જે પર રણવીર ગુસ્સે થઇ જાય છે.

રણવીર અને દિપીકા સાથે અનુભવ

રણવીર અને દિપીકા સાથે અનુભવ

સચિને પોતાના રણવીર અને દિપીકા સાથે થયેલા અનુભવો શેયર કરતા કહ્યું છે કે રણવીર ખુબ જ ડાઉન ટૂ અર્થ છે. તે એક એક્ટર તરીકે નહીં પણ મિત્રની જેમ જોડે તમામ ક્રૂ મેમ્બર જોડે મજાક મસ્તી કરતા રહે છે.

સંજય સર પાસે ધણુ શીખવા મળ્યું

સંજય સર પાસે ધણુ શીખવા મળ્યું

સંજય લીલા ભણસાળી જોવા ડાયરેક્ટર જોડે પોતાના અનુભવો વિષે વાગોળતા સચિને જણાવ્યું કે સંજય સર દરેક નાનામાં નાની વાતનો ખ્યાલ રાખે છે. તે જૂનિયર આર્ટીસ્ટના સિલેક્શનથી લઇને તે સીનમાં ક્યાં, કેમ ઊભો રહેશે તેની તમામ બારીકીનો ખ્યાલ રાખે છે.

અદ્ધભૂત અનુભવ, અદ્ધભૂત તક

અદ્ધભૂત અનુભવ, અદ્ધભૂત તક

બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મમાં અભિનય કરવાની તકની સચિન એક અદ્ધભૂત તક અને અનુભવ તરીકે જણાવે છે. અને કહે છે કે આ ફિલ્મ દ્વારા તેમને ધણું શીખવા મળ્યું.

English summary
sanjay leela bhansali gujarat connection. See Who is sachin rawal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X