Video: "'પદ્માવતી'માં રાજપૂતોની મર્યાદાનું પૂરુ ધ્યાન રખાયું છે"
'પદ્માવતી' ફિલ્મ અંગે વિવાદો વધી રહ્યાં છેએવામાં ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીએ એક વીડિયો જાહેર કર્યો છેઆ વીડિયોમાં તેમણે 'પદ્માવતી' ફિલ્મ અંગે ઉડતી અફવાનો જવાબ આપ્યો છેસંજય લીલા ભણસાલીનો આ વીડિયો જુઓ
'પદ્માવતી' ફિલ્મ મામલે વિવાદ વધતો જાય છે. રાજપૂત કરણી સેના બાદ ગુજરાતના રાજપૂત સમાજ અને એ સિવાય પણ ઘણા લોકોએ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. રાજકીય નેતાઓ અને મંત્રીઓ પણ આ મામલે પોતાનો પક્ષ રજૂ કરી ચૂક્યાં છે અને કેટલાક લોકોએ આ ફિલ્મ સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિરોધ પણ નોંધાવ્યો છે. ફિલ્મને રિલીઝ થવામાં હવે માત્ર એક મહિનાની વાર છે ત્યારે ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ અંગે એક વીડિયો જાહેર કર્યો છે.

ટ્વીટર પર શેર કર્યો વીડિયો
આ વાડિયો ટ્વીટ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મ અંગે ફેલાતી અફવાઓ પર સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે એવો કોઇ સિન કે ડ્રીમ સિક્વન્સ દર્શાવવામાં નથી આવ્યો, જેને કારણે કોઇની પણ ભાવના દુભાય. આ વીડિયો 'પદ્માવતી' ફિલ્મના ઓફિશિયલ ટ્વીટર પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
This is my tribute to the sacrifice, valour and honour of Rani Padmavati! – Sanjay Leela Bhansali @RanveerOfficial @deepikapadukone @shahidkapoor https://t.co/RfxgTzFtch
— Padmavati (@FilmPadmavati) November 8, 2017
શું કહ્યું સંજય લીલા ભણસાલીએ?
આ વીડિયોમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું છે કે, 'મેં ખૂબ પ્રમાણિકતા, જવાબદારી અને મહેનતથી આ ફિલ્મ બનાવી છે. રાણી પદ્માવતીની વાર્તાથી હું હંમેશા પ્રભાવિત રહ્યો છું. આ ફિલ્મ તેમની વીરતા, તેમના આત્મ-બલિદાનને નમન કરે છે. કેટલીક અફવાઓને કારણે આ ફિલ્મ વિવાદોનો મુદ્દો બની બેઠી છે. અફવા એવી છે કે, આ ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે કોઇ ડ્રીમ સિક્વન્સ દેખાડવામાં આવ્યો છે. મેં પહેલા જ આ વાત નકારી હતી, આ માટે મેં લેખિત પ્રમાણ પણ આપ્યું હતું અને આજે ફરી એકવાર આ વીડિયોમાં હું કહું છું કે અમારી ફિલ્મમાં રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે એવો કોઇ સિન નથી જેનાથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે. અમે ખૂબ જવાબદારીપૂર્વક આ ફિલ્મ બનાવી છે અને રાજપૂત માન-મર્યાદાનું પૂરો ખ્યાલ રાખ્યો છે.' સંજય લીલા ભણસાલીનો આ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
