Video: શ્રાવણ પહેલા રિલીઝ થયુ સપના ચૌધરીનું ગીત ‘ભોલે કા સ્વેગ'
હરિયાણાની પ્રસિદ્ધ ડાંસર સપના ચૌધરીનો એક શાનદાર મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. શ્રાવણનો મહિનો શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા સામે આવેલુ તેનુ ગીત ભાગવાન ભોલેનાથ પર છે.
હરિયાણાની પ્રસિદ્ધ ડાંસર સપના ચૌધરીનો એક શાનદાર મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. શ્રાવણનો મહિનો શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા સામે આવેલુ તેનુ ગીત ભાગવાન ભોલેનાથ પર છે. ગીતનું નામ છે - 'ભોલે કા ન્યારા સ્વેગ'. ગીત એવુ છે કે જાણે કાંવડિયાઓને ઝૂમીને નાચવા માટે તૈયાર કરવામાં આવ્યુ હોય. આ વીડિયો સપનાના ફેન કલ્બના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કરવામાં આવ્યુ છે. વીડિયોમાં સપના જબરદસ્ત થીરકી રહી છે અને તેનો લુક અને અંદાજ પણ આ વખતે ઘણો અલગ છે. રિલીઝ બાદ સપનાના આ ગીતને હજારો વાર જોવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે આ ગીત જાણીતા સિંગર જૉની સૂફીએ ગાયુ છે. ગીતનું મ્યુઝીત એટલુ જબરદસ્ત છે કે કોઈને પણ થિરકવાનું મન થઈ જાય.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે સપના
સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઢગલો ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સપનાના ઈન્સ્ટાગ્રામ પર તેના 2 મિલીયન ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે સપના હવે પંજાબી, ભોજપુરી સાથે હિંદી ફિલ્મોમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ તેણે દલેર મહેંદીના એક મ્યુઝિક વીડિયોમાં પોતાના ડાંસથી ધૂમ મચાવી હતી. આ ગીતનું નામ હતુ ‘બાવડી તરેડ.' આ ઉપરાંત સપનાને ઘણી વાર તેના ટિક ટૉક વીડિયોમાં પણ મસ્તી કરતી જોવામાં આવે છે.
નાની ઉંમરમાં જ ડાંસે સપનાને અપાવી ઓળખ
બાળપણથી જ ડાંસનો શોખ ધરાવતી સપના ચૌધરીએ ઘણી નાની ઉંમરમાં જ ડાંસમાં કેરિયર બનાવી લીધુ હતુ. હરિયાણાના રોહતકમાં જન્મેલી સપના ચૌધરીના લાઈવ શો આજે અલગ અલગ શહેરોમાં થાય છે. સપનાની ‘સૉલિડ બૉડી' અને ‘તેરી આંખ્યા કા યો કાજલ' ગીત લોકો વચ્ચે ખૂબ પસંદ કરવામાં આવે છે.

સપનાના કાર્યક્રમમાં થયો હોબાળો
ડાંસર સપના ચૌધરીના કાર્યક્રમમાં હજારો લોકોની ભીડ ઉમટે છે. એવામાં હાલમાં જ મધ્ય પ્રદેશમાં રાજગઢાં સપનાના એક કાર્યક્રમમાં આવેલા લોકો વચ્ચે પત્થરમારો શરૂ થઈ ગયો હતો જેના કારણે સપનાને કાર્યક્રમ વચ્ચે જ સ્ટેજ છોડીને ભાગવુ પડ્યુ હતુ. વાસ્તવમાં કાર્યક્રમના સમયે દર્શકોની આયોજકો અને પોલિસ સાથે કંઈક બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ વાત એટલી વધી ગઈ કે પત્થરમારો શરૂ થઈ ગયો તો પોલિસે લાઠીચાર્જ કરવો પડ્યો.

બિગ બૉસથી મળી ઘર-ઘરમાં ઓળખ
સપનાને પહેલા માત્ર હરિયાણાની એક ડાંસર તરીકે ઓળખવામાં આવતી હતી પરંતુ રિયાલિટી શો બિગ બૉસની 11મી સિઝનમાં કન્ટેસ્ટન્ટ તરીકે આવ્યા બાદ સપનાને દેશના ઘર ઘરમાં ઓળખ મળી અને લોકો તેમને ઓળખવા લાગ્યા.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
