Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોફી વિથ કરણ સિઝન 6માં સૈફ અને સારાએ એકબીજાના ખોલ્યા રાઝ, સારાએ કહ્યુ 'બસ કરો અબ્બા'

કોફી વિથ કરણનો નવો એપિસોડ ખૂબ મજેદાર હતો. આ એપિસોડમાં સારા અલી ખાન અને સૈફ અલી ખાન એકબીજા વિશે ઘણી વાતો કરતા જોવા મળ્યા.

કોફી વિથ કરણનો નવો એપિસોડ ખૂબ મજેદાર હતો. આ એપિસોડમાં સારા અલી ખાન અને સૈફ અલી ખાન એકબીજા વિશે ઘણી વાતો કરતા જોવા મળ્યા. રસપ્રદ એ છે કે પોતાના ફિલ્મ ડેબ્યુ પહેલા જ સારા અલી ખાને પોતાનો ટીવી ડેબ્યુ કરી દીધો કરણ જોહરના ચેટ શોથી. આ એપિસોડથી ફેન્સે એ પણ જાણ્યુ કે સારા અલી ખાન, સૈફ અલી ખાનને અબ્બા કહીને બોલાવે છે. વળી, સારાની અંદરના ફિલ્મી કીડાની ચર્ચા દરમિયાન કરણ જોહરે સારાનો એક જૂનો વીડિયો બતાવ્યો જ્યાં તે એક્ટિંગ અને ડાંસ કરવાની કોશિશ કરી રહી છે. પોતાનો વીડિયો જોઈ સારા થોડી ચોંકી ગઈ જ્યારે સૈફ અલી ખાન અને કરણ જોહર હસી હસીને લોથપોથ થઈ ગયા. સારાએ જણાવ્યુ કે આ દરમિયાન તેનુ વજન 96 કિગ્રા હતુ.

અમૃતા સિંહે સૈફના બીજા લગ્ન માટે તૈયાર કરી

અમૃતા સિંહે સૈફના બીજા લગ્ન માટે તૈયાર કરી

સૈફ અલી ખાને જણાવ્યુ કે જ્યારે તે કરીના સાથે લગ્ન કરવા જઈ રહ્યા હતા તે પહેલા તેમણે અમૃતા સિંહને એક પત્ર લખ્યો હતો અને બંને વચ્ચેની બધી મિસઅન્ડરસ્ટેડિંગ દૂર કરીને જીવનમાં એકબીજાને શુભકામનાઓ આપવાની પહેલ કરી. ત્યારબાદ તેમના પરિવારમાં બધુ ઠીક થઈ ગયુ. સારાએ જણાવ્યુ કે અમૃતાસિંહે પોતે તેને સૈફના લગ્ન માટે તૈયાર કરી હતી.

મારા માબાપની જેમ હું પણ અજીબ છુ

મારા માબાપની જેમ હું પણ અજીબ છુ

સારાએ એ પણ જણાવ્યુ કે જ્યારે પણ તેમના ઘરમાં કોઈ ઝઘડો થાય તો તેની મમ્મી અમૃતા સિંહ કહે છે કે અબ્બાના જેવી હરકતો ના કરો. વળી, સૈફ પણ તેમને કહે છે કે પોતાની મા જેવી હરકતો ના કરો. સારાએ હસતા હસતા કહ્યુ કે મે આ બંનેને કહ્યુ કે જ્યારે બે લોકો એક બાળક પેદા કરે છે તો તેમના ગુણો તે બાળકમાં આવવા નેચરલ છે. મારા માબાપ અજીબ છે તો હું પણ અજીબ છુ.

દરેકનો એક રેટ છે

દરેકનો એક રેટ છે

આ શો માં સૌથી પ્રેમભરી ચર્ચા હતી તૈમુરની. તૈમુરનો એક ફોટો પાડવાના ફોટોગ્રાફરને 1500 રૂપિયા મળે છે. આ રેટ સૈફે પોતે જણાવ્યા. જ્યારે કરણ જોહરનું કહેવુ હતુ કે રેટ વધુ છે અને સૌથી ઉપર છે. સારા આ સાંભળીને ચોંકી ગઈ કે દરેકનો એક રેટ છે અને આ રેટ કાર્ડમાં હવે તે પણ શામેલ છે. આવો જાણીએ આ શોમાં બીજા કયા કયા ખુલાસા થયા-

મોર્ડન ફેમિલી

મોર્ડન ફેમિલી

કરણ જોહરે સારા અલી ખાનને પૂછ્યુ કે જ્યારે તમારા પિતા બીજી વાર લગ્ન કરી રહ્યા હતા ત્યારે તમને કેવુ લાગ્યુ હતુ. આના પર સારાએ જવાબ આપ્યો કે અમારી ફેમિલી નોર્મલ છે. મારા મમ્મી પપ્પા હવે વધુ ખુશ છે અને હું ખુશ છું કે મારી પાસે એક ઝઘડાવાળા ઘર કરતા બે શાંતિભર્યા ઘર છે.

કરીના - છોટી મા

કરીના - છોટી મા

કરીના કપૂર સાથે પોતાના સંબંધ વિશે વાત કરતા સારા અલી ખાને જણાવ્યુ કે મે હંમેશા તેને K અથવા કરીના બોલાવ્યા છે. તેમણે મને હંમેશા કહ્યુ છે કે તારી પાસે ખૂબ સારી મા છે અને હું તારી દોસ્ત બનવાનું પસંદ કરીશ અને અમારી ઈક્વેશન હંમેશા રહી છે. જો હું તેમને ક્યારેક છોટી મા બોલાવવા લાગીશ તો તેમને એટેક આવી જશે.

પૈસા છે તો મારી દીકરીને લઈ જાવ

પૈસા છે તો મારી દીકરીને લઈ જાવ

સૈફ અલી ખાને એ વસ્તુ જણાવી જે તેમને પોતાના જમાઈમાં જોઈએ. જેમાં રાજકીય વિચાર, ડ્રગ્ઝ ના કરનાર અને સંબંધમાં છેતરપિંડી ન કરનાર શામેલ હતુ. જો કે કરણ જોહરે સૂચવ્યુ કે પૈસા પણ હોવા જોઈએ તો સૈફે માન્યુ કે હા, પૈસા પણ હોવા જોઈએ અને તરત જ જાહેરાત કરી દીધી કે જો પૈસા છે તો મારી દીકરીને લઈ જાવ.

મિત્રતાના સંબંધો

મિત્રતાના સંબંધો

પોતાના અને સારાના સંબંધો વિશે વાત કરતા સૈફ અલી ખાને જણાવ્યુ કે હું માત્ર 23 કે 24 વર્ષનો જ્યારે સારા થઈ હતી. તો અમારો સંબંધ એકદલ અલગ પ્રકારનો છે કારણકે અમારી ઉંમરનો તફાવત બાપ-બેટી જેવો નથી. અમે એકબીજા સાથે ક્યારેક લડી પણ લઈએ છીએ. પહેલા સારા સોરી કહી દેતી હતી હવે તો એ પણ હું બોલુ છુ.

વરુણ માટે કંઈ પણ

વરુણ માટે કંઈ પણ

સારા અલી ખાનને રેપિડ ફાયરમાં પૂછવામાં આવ્યુ કે એવો કયો હીરો છે છે જેના માટે કામ કરવા માટે તમે બધુ છોડી શકો છો. તો સારાએ બિલકુલ સમય બગાડ્યા વિના વરુણ ધવનનું નામ લઈ લીધુ.

કાર્તિક આર્યન પર દિલ આવ્યુ

કાર્તિક આર્યન પર દિલ આવ્યુ

સારાએ જણાવ્યુ કે રણબીર સાથે ભલે તે લગ્ન કરવા ઈચ્છતી હોય પરંતુ ડેટ તે કાર્તિક આર્યનને જ કરવા ઈચ્છતી હતી. આના પર સૈફે તરત જ પૂછ્યુ કે શું કાર્તિક આર્યન પાસે પૈસા છે? કરણ જોહરે તરત જ સારા પાસે કન્ફર્મ કર્યુ કે શું હું તારુ પ્રપોઝલ કાર્તિક આર્યન સુધી પહોંચાડુ તો સારાએ શરમાતા કહ્યુ - હા.

ભાઈઓને ડેટ કરી રહી હતી સારા-જ્હાનવી

ભાઈઓને ડેટ કરી રહી હતી સારા-જ્હાનવી

સારા અલી ખાન અને જ્હાનવી કપૂર સુશીલ કુમાર શિંદેના નાતી વીર પહાડિયા અને શિખર પહાડિયાને ડેટ કરી રહી હતી. જો કે સારા કોઈનું નામ લેવા નહોતી ઈચ્છકી પરંતુ કરણ જોહરે કહ્યુ કે બે ડેબ્યુ એક્ટ્રેસ તેમની બિલ્ડિંગમાં રહેતા બે ભાઈઓને ડેટ કરી રહી હતી એવી ચર્ચા હતી.

બાળપણમાં ઐશ્વર્યાને એકીટસે જોતી રહેતી

બાળપણમાં ઐશ્વર્યાને એકીટસે જોતી રહેતી

સૈફ અલી ખાને જણાવ્યુ કે અમે લોકો કોઈ ટૂર પર ગયા હતા અને ઐશ્વર્યા રાય સ્ટેજ પર ડાંસ કરી રહી હતી અને મે અચાનક જોયુ કે સારા પડદાની પાછળથી ઝાંકીને એકીટસે ઐશ્વર્યાને ઘૂરી રહી હતી. એકવાર એશ્વર્યાને ડાંસ કરતા જોતી અને એકવાર ઓડિયન્સને બૂમો પાડતા જોતી. કદાચ ત્યારથી જ તેના મનમાં હીરોઈન બનવાની ઈચ્છા હતી. વળી, સારાએ પણ જણાવ્યુ કે તે કરીનાની ફિલ્મો જોઈને મોટી થઈ છે.

15 ઓગસ્ટે ઘરથી બહાર કઢાયા હતા સૈફ

15 ઓગસ્ટે ઘરથી બહાર કઢાયા હતા સૈફ

કરણ જોહરે ખુલાસો કર્યો કે તેમણે કોફી વિથ કરણના પહેલા સિઝનનો પહેલો એપિસોડ વર્ષો પહેલા સૈફ અલી ખાન સાથે શૂટ કર્યો હતો. તે દિવસે તારીખ હતી 16 ઓગસ્ટ જેના બરાબર એક દિવસ પહેલા, તેમને અમૃતા સિંહે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આના પર સારાએ હસતા હસતા કહ્યુ મે મારા મમ્મી-પપ્પાને હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે પણ વિશ કર્યુ હતુ.

ઘરનો રાઝદાર

ઘરનો રાઝદાર

સૈફને પૂછવામાં આવ્યુ કે ઘરમાં સૌથી સારો રાઝદાર કોણ છે જેના પર સૈફ અલી ખાને સોહાનું નામ લીધુ. પરંતુ સારાના ટોકવા પર તેમણે તરત માની લીધુ કે સારા પણ ઘણી સારી છે રાઝ રાખવામાં.

વજનની મુશ્કેલી

વજનની મુશ્કેલી

સારાએ જણાવ્યુ કે એક સમયે મારુ વજન 96 કિલો હતુ અને અબ્બાએ મને કહ્યુ કે તુ હજુ થોડી મોટી થઈ તો મોટી કહેવી પણ ખોટુ ગણાશે. હું તને નહિ ટોકુ. સારા આગળ જણાવે છે કે તેનુ વજન PCODના કારણે હતુ જેના પર સૈફે તરત ટોકતા પૂછ્યુ કે આમાં તારા પિઝા ખાતા રહેવાનો કોઈ હાથ નહોતો? જેના પર સારા ચોંકી ગઈ. સારા અલી ખાન, અભિષેક કપૂરની કેદારનાથ સાથે 7 ડિસેમ્બરે પોતાની ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે ત્યારબાદ તે રણવીર સિંહ સાથે સિમ્બામાં જોવા મળશે. તેના ડેબ્યુ માટે તેનો પરિવાર ઘણો ઉત્સાહિત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X