મમ્મીની મનાઇ છતાં બિકિનીમાં જોવા મળી સારા અલી ખાન!

Posted By:
Subscribe to Oneindia News

છેલ્લા થોડા સમયથી સૈફ અલી ખાનના બાળકો સારા અલી ખાન અને તૈમુર અલી ખાન ખૂબ ચર્ચામાં છે. સારા અલી ખાન જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે, ખબરો આવી હતી કે તે કરણ જોહરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. જો કે, ફિલ્મના કેટલાક બોલ્ડ સિન સામે મમ્મી અમૃતા સિંહે વાંધો ઉઠાવતા સારાને આ ફિલ્મ છોડવાનો વારો આવ્યો હતો. સારાને કદાચ આ વાત ગમી નથી, તે મમ્મી અમૃતા સામે બળવો કરી રહી હોય અમ લાગી રહ્યું છે. શું છે આખો મામલો, જાણો અહીં..

કરણ જોહરની ફિલ્મ

કરણ જોહરની ફિલ્મ

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની હતી, આ ફિલ્મમાં તેનો એક સિન બિકિનીમાં પણ હતો. મમ્મી અમૃતા સિંહને આ જ સિન સામે વાંધો હતો, જે કારણે સારાએ આ ફિલ્મ છોડવી પડી હતી. આ બધા વચ્ચે મમ્મીની મનાઇ છતાં સારા બિકિનીમાં સ્પોટ થઇ છે.

બિકિનીમાં સારા

બિકિનીમાં સારા

સોશિયિલ મીડિયા પર સારાની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીર સારાએ જાતે પોસ્ટ નથી કરી. એક ટીવી પ્રોડ્યુસરના એકાઉન્ટમાંથી આ તસવીર શેર કરવામાં આવી હતી, જો કે તસવીર વાયરલ થતાં આ તસવીર ડિલિટ કરવામાં આવી છે. 'પ્યાર તુને ક્યા કિયા'(2016) અને 'ગુમરાહઃ એન્ડ ઓફ ઇનોસન્સ'(2012) જેવા ટીવી શોના પ્રોડ્યુસર વિકાસ ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો કોલાજ શેર કર્યો હતો. જેમાં સારા તેમની સાથે જોવા મળે છે.

એક પાર્ટીની છે આ તસવીર

એક પાર્ટીની છે આ તસવીર

રિપોર્ટ્સ અનુસાર વિકાસ ગયા અઠવાડિયે મુંબઇની જે.ડબલ્યૂ.મેરિયટ હોટલમાં પાર્ટી કરી રહ્યાં હતા, ત્યાં જ તેમની મુલાકાત સારા સાથે થઇ હતી. આ તસવીર એ જ પાર્ટીની છે, જે વિકાસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જો કે, તસવીર વાયરલ થતાં તેમણે એ ડીલિટ કરી દીધી હતી.

મમ્મી અમૃતાને છે વાંધો

મમ્મી અમૃતાને છે વાંધો

ઉલ્લેખનીય છે કે, બિકિનીના સિનને કારણે સારાએ કરણની ફિલ્મ છોડી છે, એ વાત હવે સૌને ખબર છે. આ વાત પરથી સ્પષ્ટ છે કે, અમૃતાને પસંદ નથી કે સારા આવા કપડામાં જાહેરમાં સ્પોટ થાય. આ કારણે જ સારાની પાર્ટીના આ ફોટાએ આટલી ચર્ચા જગાવી છે.

સલમાન કરશે લોન્ચ

સલમાન કરશે લોન્ચ

મમ્મીની મનાઇને કારણે કરણ જોહરની ફિલ્મ તો સારાના હાથમાંથી નીકળી ગઇ છે. તાજેતરના સમાચાર અનુસાર હવે સલમાન ખાન સારાને લોન્ચ કરે એવી શક્યતા છે. સલમાન પોતાના હોમ પ્રોડક્શનમાં બની રહેલ નેક્સ્ટ ફિલ્મમાં બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને કાસ્ટ કરનાર છે. આ જ ફિલ્મ થકી સારા બોલિવૂડમાં ડેબ્યૂ કરે એવી શક્યતા છે.

English summary
sara ali khan spotted in bikini picture gone viral. Read here more.
Please Wait while comments are loading...