ફ્રૉકમાં પણ ફટાકડી લાગે છે સાડી ગર્લ સોનાક્ષી : જુઓ તસવીરો
મુંબઈ, 8 એપ્રિલ : શૉટગન શત્રુઘ્ન સિન્હાના દીકરી મૅડમ શૉટગન સોનાક્ષી સિન્હા બૉલીવુડમાં સાડી ગર્લ તરીકે જાણીતા છે. પોતાની પ્રથમ જ ફિલ્મ દબંગમાં સાડી સાથે દેખાયેલા સોનાક્ષી બાદમાં પણ મોટાભાગની ફિલ્મોમાં સાડીમાં જ દેખાતા રહ્યાં છે. અહીં સુધી કે જાહેર સમારંભોમાં પણ મોટાભાગે સોનાક્ષી સિન્હા સાડી પહેરીને જ પહોંચે છે.
પિતા શત્રુઘ્ન સિન્હા અને માતા પૂનમ સિન્હાના સંસ્કારી દીકરી તરીકેની છાપ ધરાવતાં સોનાક્ષી સિન્હા સાડીમાં સાચે જ શાલીન પણ લાગે છે અને એટલે જ ફિલ્મોમાં નિર્માતા-દિગ્દર્શકો પણ તેમના પહેરવેશમાં સાડીને પ્રાથમિકતા આપે છે. સોનાક્ષીને અનેક વખત અનેક લોકો એવી સલાહ આપતા હોય છે કે બૉલીવુડમાં લાંબી ઇનિંગ રમવી હોય, તો માત્ર સાડીથી કામ નહીં ચાલે, હૉટ એન સેક્સી અવતાર પણ ધારણ કરવા પડશે.
જોકે સોનાક્ષી સિન્હાએ અમુક ફિલ્મોમાં કેટલીક મર્યાદાઓ ઓળંગવાનો પ્રયત્ન પણ કર્યો છે, પરંતુ આમ છતાં મોટાભાગે તેઓ સાડીમાં જ દેખાતા રહ્યાં છે. અહીં સુધી કે આર રાજકુમાર ફિલ્મનું ગંદી બાત... જેવી હૉટ-સેક્સી ગીત પણ સોનાક્ષીએ સાડીમાં જ શૂટ કરાવ્યુ હતું. આમ લોકોને સોનાક્ષી સિન્હાને સાડીમાં જોવાની આદત પડી ગઈ છે.
પરંતુ તાજેતરમાં એક ઇવેંટમાં સોનાક્ષી સિન્હા ફ્રૉક પહેરીને પહોંચ્યાં. સાડીમાં શાલીન દેખાતાં સોનાક્ષી ફ્રૉકમાં પણ ફટાકડી લાગતા હતાં. જુઓ તસવીરો :

ફ્રૉકમાં સોનાક્ષી
મોટાભાગે ફિલ્મો અને જાહેર સમારંભોમાં સાડીમાં દેખાનાર સોનાક્ષી સિન્હા તાજેતરમાં એક ઇવેંટમાં ફ્રૉક પહેરીને પહોંચ્યાં.

ફ્રૉકમાં ફટાકડી
બૉલીવુડમાં સાડી ગર્લ તરીકે સ્થાપિત સોનાક્ષી સિન્હા ફ્રૉકમાં કોઈ ફટાકડીથી ઓછા નહોતા લાગતાં.

ફિલ્મોમાં સાડી
સોનાક્ષી સિન્હાએ પ્રથમ ફિલ્મ દબંગમાં પણ સાડી પહેરીને રજ્જોનો રોલ કર્યોહતો.

આકર્ષક ફ્રૉક
સોનાક્ષી સિન્હા હૉલીવુડ ફિલ્મ રિયો 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આકર્ષક ફ્રૉક પહેરીને પહોંચ્યા હતાં.

એનજીઓ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ
રિયો 2 ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ સ્માઇલ એનજીઓના બાળકો માટે યોજવામાં આવ્યુ હતું.

હૉલીવુડમાં એન્ટ્રી
રિયો 2 ફિલ્મ દ્વારા સોનાક્ષી સિન્હા હૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.

સિંગર સોનાક્ષી
સોનાક્ષી સિન્હાએ હૉલીવુડ ફિલ્મ રિયો 2માં એક ગીત ગાયું છે.

સંવાદ બોલ્યા
સોનાક્ષી સિન્હાએ રિયો ફિલ્મની સિક્વલ રિયો 2માં સંવાદો પણ બોલ્યાં છે.

જેવેલ માટે અવાજ
સોનાક્ષી સિન્હાએ ફિલ્મની હિન્દી આવૃત્તિમાં પોતાનો અવાજ આપ્યો છે. તેમણે જેવેલ નામના પાત્ર માટે ડાયલૉગ્સ પણ બોલ્યાં છે.

ઇમરાને પણ અવાજ આપ્યો
અભિનેતા ઇમરાન ખાને પણ રિયો 2ના એક પાત્ર માટે પોતાનો અવાજ આપ્યો છે.

ડબિંગમાં મજા આવી
સોનાક્ષી સિન્હાએ જણાવ્યું - મને રિય 2નું ડબિંગ કરતા બહુ મજા આવી. આ ખૂબ જ મજાની ફિલ્મ છે.

યોગ્ય અવાજ
સોનાક્ષીએ જણાવ્યું - બીજી વાત એ છે કે મને લાગ્યું કે ઇમરાન ખાન અને મારો અવાજ બ્લ્યૂ તથા જેવેલના પાત્ર માટે એકદમ યોગ્ય અવાજ હતો.

દુર્ભાગ્યે સારી ગાયિકા નથી
સોનાએ કહ્યું - મને ગીત ગાવામાં બહુ આનંદ આવ્યો, પણ દુર્ભાગ્યે હું સારી ગાયિકા નથી.












Click it and Unblock the Notifications
